કાશ્મીરમાં બિમાર જવાનને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ

શ્રીનગર, વધુ એક ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટના બની છે. આ વખતે ઉત્તર કાશ્મીરના અંતરિયાળ ગુરેઝ સેક્ટરમાં શુક્રવારે ઘટના બની હતી. બનાવની સત્તાવાર પુષ્ટી કરવામાં આવી છે. આ ઘટનામાં એક પાયલોટનું મોત થયાનું જાણવા મળ્યું છે જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે. હવામાન ખરાબ હોવાથી રેસ્ક્યુ ઓપરેશન પણ અડચણો આવી રહી છે.
જે ચોપર ક્રેશ થયું છે તેમાં બીએસએફના બીમાર જવાનોને લઈ જવામાં આવી રહ્યા હતા તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સેનાનું હેલિકોપ્ટર ટેક ઓફ થતાની સાથે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ હેલિકોપ્ટરને લેન્ડ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે તેમ થઈ શક્યું નહોતું. જે બાદ હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. આ ઘટના બનવા પાછળના કારણ અંગે ટેક્નિકલ ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કર્યા બાદ સામે લાવી શકાશે.
હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં જાન-માલનું નુકસાન થયું છે કે નહીં તેની વિગતો હજુ સામે આવી નથી. આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું તે જગ્યા પાકિસ્તાન સાથે જાેડાયેલી સરહદ એલઓસીની નજીક છે.
હવામાન ખરાબ હોવાના કારણે રેસ્ક્યુ ટીમે ચાલીને આગળ વધવું પડી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે બચાવ કામગીરી વધારે તેજ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.SSS