Western Times News

Gujarati News

યોગી યુપીના મુખ્યમંત્રી તરીકે ૧૫ માર્ચે શપથ લઈ શકે છે

લખનઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ હવે સરકારની રચનાને લઈને ચર્ચા થવા લાગી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે યોગી આદિત્યનાથ હોળી પહેલા શપથ લઈ શકે છે. હોળી પહેલા શપથને લઈને પાર્ટી હાઈકમાન્ડ મંથન કરી રહ્યું છે અને સહમતિ બન્યા પછી તારીખની જાહેરાત કરવામાં આવશે.

યૂપી ચૂંટણીમાં બીજેપીની શાનદાર જીત બાદ યોગી મંત્રીમંડળના શપથ ગ્રહણને લઈને મોટા અહેવાલ મળી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યું છે કે હોળી પહેલા શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાઈ શકે છે, કારણ કે ૧૭ અને ૧૮ માર્ચે હોળી છે, જ્યારે ૧૯ માર્ચે એમએલસી નોમિનેશનની છેલ્લી તારીખ છે. સૂત્રો અનુસાર, જાે સહમતિ બનશે તો સીએમ યોગી ૧૫ માર્ચ એટલે કે મંગળવારે પદ અને ગોયનીયતાની શપથ લઈ શકે છે.

સૂત્રો અનુસાર, શપથ ગ્રહણ સમારોહ ભવ્યાતિભવ્ય હોવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. સાથે ઘણા અન્ય કેન્દ્રીય મંત્રી અને બીજેપીના દિગ્ગજ નેતા પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈ શકે છે. તેના સિવાય અન્ય બીજેપી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી પણ સમારોહમાં આવી શકે છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ચૂંટણી પંચે મોડીસાંજે ૪૦૩ બેઠકો પર ચૂંટણી પરિણામ જાહેર કર્યું, જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સમર્થકોની સાથે ૨૭૩ બેઠકો પર જીત હાંસલ કરીને બહુમત મેળવ્યો. ચૂંટણીમાં બીજેપીએ ૨૫૫ સીટો પર જીત હાંસલ કરી, જ્યારે અપના દલે ૧૨ અને નિષાદ પાર્ટીને ૬ બેઠકો મળી છે.

જ્યારે રાજ્યની મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટીને ૧૧૧ બેઠકો પર જીત મેળવી છે. સપાની સહયોગી રાષ્ટ્રીય લોકદળે ૮ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીએ ૬ સીટો પર જીત હાંસલ કરી છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ભાજપાને ૪૧.૨૯ ટકા મત મેળવ્યા, જ્યારે સમાજવાદી પાર્ટીએ ૩૨.૦૬ ટકા અને બહુજન સમાજ પાર્ટીને ૧૨.૮૮ ટકા મત પ્રાપ્ત થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર શહેર વિધાનસભાની બેઠક પરથી લગભગ એક લાખથી વધારે મતોના અંતરથી ચૂંટણી જીત્યા. જાેકે, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય કૌશાંબી જિલ્લાની સિરાથૂ બેઠક પર સાત હજારથી વધુ મતોથી ચૂંટણી હારી ગયા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.