Western Times News

Gujarati News

કીવ પર કબજો જમાવવાના રશિયાના પ્રયાસ તેજ બન્યા

પ્રતિકાત્મક

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિના કોઈ જ અણસાર નથી જણાઈ રહ્યા. ગુરૂવારે તુર્કી ખાતે રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેનું કોઈ ખાસ પરિણામ નથી આવ્યું. આ બધા વચ્ચે ૨૦ લાખ કરતાં પણ વધારે લોકો યુક્રેન છોડીને આસપાસના દેશોમાં જઈને વસવાટ કરવા માટે મજબૂર થયા છે.

યુએસ સેનેટે યુક્રેન અને તેના યુરોપીય સહયોગીઓ માટે સૈન્ય અને માનવીય સહાયતા માટેના ૧૩.૬ બિલિયન ડોલરના ઈમરજન્સી પેકેજને મંજૂરી આપી દીધી છે.

યુક્રેનમાં ફસાયેલા ૨૪૨ ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન આજે પોલેન્ડથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યું.
રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર કબજાે જમાવવાના પ્રયત્નોને વધુ તેજ બનાવી દીધા છે. તાજેતરના અહેવાલ પ્રમાણે રશિયન સેનાનો ૬૦ કિમી લાંબો જે કાફલો હતો તે હવે કીવની વધારે નજીક પહોંચી ગયો છે. તે સૈન્ય કાફલાના સૈનિકો હવે આજુબાજુમાં ફેલાઈ ગયા છે અને ફરી તૈનાત થઈ ગયા છે. અનેક પ્રકારની મુશ્કેલીઓના કારણે આ કાફલો ઘણાં દિવસોથી અટકી પડ્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેનમાં રશિયન સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપતા કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદો યુક્રેનને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર રશિયન સંઘ કે તેના નિવાસીઓની સંપત્તિને જપ્ત કરવાની મંજૂરી આપે છે. સંસેદે ૩ માર્ચના રોજ આ કાયદો પસાર કર્યો હતો.

રશિયન સમાચાર એજન્સી ટાસના કહેવા પ્રમાણે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે જણાવ્યું કે મોસ્કોએ કદી યુદ્ધ નથી ઈચ્છ્યું તથા મોસ્કો વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા ઈચ્છે છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે, રશિયા સામે યુદ્ધ લડવા માટે યુક્રેનમાં અમારા સૈનિકો મોકલવાનો કોઈ જ ઈરાદો નથી. અમે વિશ્વ યુદ્ધ કઈ રીતે રોકી શકાય તેના પર ધ્યાન આપી રહ્યા છીએ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.