Western Times News

Gujarati News

યુએસએ યુક્રેનને ૫૦ મિલિયન ડોલરની નાણાકીય સહાયની જાહેરાત કરી

A military instructor of the U.S. Army is seen near Ukrainian servicemen during multinational drills "Rapid Trident 2019" at the International Peacekeeping and Security Center near Lviv, Ukraine September 24, 2019. REUTERS/Gleb Garanich

વોશિંગ્ટન, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા સામેના યુદ્ધ વચ્ચે યુક્રેનને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. કમલા હેરિસે પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે અમે જાહેરાત કરી રહ્યા છીએ કે, અમે યુક્રેનને માનવતાવાદી સહાય તરીકે ૫૦ મિલિયન ડોલર આપીશું.

અમે યુક્રેનને સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હેઠળ આ સહાય પૂરી પાડીશું. પોલેન્ડે લગભગ ૧.૫ મિલિયન શરણાર્થીઓ માટે હાથ લંબાવ્યો.

આ સાથે જ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જણાવ્યું હતું કે, પોલેન્ડે યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદ માટે બહુ ઓછા સમયમાં પોતાનો હાથ લંબાવ્યો છે. પોલેન્ડે લગભગ ૧.૫ મિલિયન શરણાર્થીઓ માટે હાથ લંબાવ્યો છે, જેના કારણે પોલેન્ડ અને પોલેન્ડના લોકો પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં યુક્રેનથી આવતા લોકો માટે તમે જે કામ કરી રહ્યા છો તેમાં અમે તમને મદદ કરીશું.

રશિયા યુક્રેન પર જૈવિક હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે ઉલ્લેખીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે, જ્યારે ૧૫ લાખથી વધુ લોકો બેઘર થઈ ગયા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી વિશ્વભરના દેશોને રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા સતત અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાએ ચેતવણી જાહેર કરીને જણાવ્યું કે રશિયા યુક્રેન પર જૈવિક હથિયારોનો પણ ઉપયોગ કરી શકે છે.

પીએમ મોદીએ જણાવ્યુ આખરે કેમ ભારતે યુક્રેન અને રશિયા વિવાદમાં કોઈનો પક્ષ ના લીધો રશિયાએ અમારા પર જૈવિક હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો જે બાદ ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયાએ અમારા પર જૈવિક હથિયાર બનાવવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ જાે તમે રશિયાની યોજનાને સમજવા માંગતા હોવ તો રશિયાએ કેવા પ્રકારના આરોપો લગાવ્યા છે તેના પર ધ્યાન આપો. તેથી મને ચિંતા થઇ રહી છે કે, રશિયા યુક્રેન પર જૈવિક શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.

છેલ્લા બે દિવસમાં યુક્રેનમાંથી બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, મારી ધરતી પર કોઈપણ પ્રકારનું કોઈ જૈવિક હથિયાર બનાવવામાં આવ્યું નથી. પોતાના સંદેશમાં ઝેલેન્સકીએ પૂછ્યું કે, શું રશિયાએ યુક્રેન પર જૈવિક હુમલો કરવાનું નક્કી કર્યું છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં યુક્રેનમાંથી બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે યુક્રેનની સેના લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે અને તે લોકોને મદદ કરી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.