પત્ની અને બાળકોને હળવાશમાં લેવા મારી મોટી ભૂલ: આમિર
મુંબઇ, બોલિવૂડ અભિનેતા આમિર ખાન થોડા સમય પહેલા પોતાની પર્સનલ લાઇફને લઇને ઘણા ચર્ચામાં રહ્યો હતો. પત્ની કિરણ રાવ સાથે અલગ થવાની જાહેરાત કર્યા પછી તે પોતાના બર્થ ડે પહેલા પોતાના અંગત જીવન, અસફળ લગ્ન અને બાળકોને લઇને ખુલીને વાત કરી હતી.
રવિવારે આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના પરિવારના હળવાશમાં લેવાની વાત કહી હતી. આમિર ખાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સામાન્ય રીતે લોકો પોતાની કારકિર્દીને ગ્રોથ આપવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય આપે છે. ક્યારેય ક્યારેક કેટલાક લોકો પાંચ વર્ષનો સમય પણ લે છે.
જાેકે મેં હંમેશા પોતાના પરિવારથી વધારે કારકિર્દી પર ધ્યાન આપ્યું છે. ક્યાંક ના ક્યાંક મેં પોતાની જવાબદારી નિભાવી નથી પણ હવે હું પોતાના માતા-પિતા, ભાઇ-બહેનો, પ્રથમ પત્ની રીના, કિરણ, રીનાના માતા-પિતા, કિરણના માતા-પિતા અને મારા બાળકો સાથે નવી શરૂઆત કરીશ.
આ એ લોકો છે જે મારા ઘણા નજીક છે. આમિર ખાને કહ્યું કે જ્યારે હું ૧૮ વર્ષનો હતો ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યો હતો. હું ઘણું શીખવા માંગતો હતો, ઘણું કરવા માંગતો હતો જેથી હું પોતાના કામમાં પુરી રીતે ખોવાઇ ગયો હતો. જાેકે આજે મને અનુભવ થાય છે કે જે લોકો મારા નજીકના હતા જેને હું પ્રેમ કરતો હતો, મારા માટે મહત્વપૂર્ણ હતા હું તેમને સમય આપી શક્યો ન હતો.
જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન આમિર ખાનને પૂછવામાં આવ્યું કે શું આ પોતાના માટે સ્વાર્થનું કાર્ય હતું તો તેણે સ્વીકાર કરતા કહ્યું કે મેં દર્શકો વચ્ચે ઓળખ અને તેમની સાથે સંબંધો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને તે સંબંધને પોતાના સમયથી લઇને ભાવનાઓ સુધી ઘણું બધું આપ્યું.
હું દર્શકો સાથે હસ્યો છું અને તેની સાથે રડ્યો છું. આમિરે કહ્યું કે આટલું જ નહીં દર્શકોએ મને હંમેશા પ્રોત્સાહિત કર્યા છે અને મેં પોતાનો બધા સમય પોતાનો કામને જ આપ્યો છે. મને લાગ્યું કે મારો પરિવાર તો મારી સાથે જ છે. જેથી હું દર્શકોના દિલ જીતવા માંગતો હતો અને આ જ કામમાં પુરી રીતે ખોવાઇ ગયો હતો.SSS