Western Times News

Gujarati News

જેઈઈ મેઈન સેશન-૧ની એપ્રિલ-મેમાં પરીક્ષા લેવાશે

નવી દિલ્હી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા જેઈઈ મેઈન ૨૦૨૨ (જેઈઈ મેઈન ૨૦૨૨) સેશન-૧ એક્ઝામની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જેઈઈ મેઈન ૧૬મી એપ્રિલથી ૨૧મી એપ્રિલ દરમિયાન યોજાવાની હતી પરંતુ હવે રિવાઈઝ્‌ડ શિડ્યુઅલ પ્રમાણે ૨૧, ૨૪, ૨૫, ૨૯ એપ્રિલ અને ૦૧, ૦૪ મે ૨૦૨૨ના રોજ આયોજિત થશે. એનટીએ દ્વારા આ મામલે ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ડિટેઈલ્સ ચેક કરી શકે છે. નોટિસમાં એનટીએ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અનેક બોર્ડ એક્ઝામ્સની ડેટ્‌સ સાથે પરીક્ષાની તારીખ ક્લેશ થઈ રહી હતી માટે વિદ્યાર્થીઓની માગણીઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માત્ર સેશન-૧ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પરીક્ષા માટે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સિટી ઈન્ટિમેશન અને એપ્રિલના બીજા સપ્તાહમાં એક્ઝામ એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની લોગઈન ડિટેઈલ્સની મદદથી એડમિટ કાર્ડ મેળવી શકશે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ અન્ય અપડેટ્‌સ માટે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઈટ જાેતા રહેવા જણાવાયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.