બસમાં જતા દારૂ પીધેલા ૫૪ પેસેન્જર્સ ઝડપાયા
સુરત, સુરત શહેરનાં પુણા પોલીસે માહિતીનાં આધારે દમણથી સુરત આવતી એક ખાનગી લકઝરી બસમાં આવતા પેસેન્જરો જે પોતાની પાસે રહેલા બેગની અંદર અલગ અલગ રીતે વિદેશી દારૂની સંતાડીને લઈને આવી રહ્યા હતા તેમને પોલીસે પકડી પાડ્યા હતાં. આ સાથે કેટલાક પેસનેજરો તો પીધેલી હાલતમાં પણ મળી આવતા પોલીસે તમામ વિદેશી દારૂ અને લકઝરી બસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.
સુરત શહેરના કેટલાંક લોકો મનમરજીથી જીવે છે. કાયદાનું પાલન તેઓ કરવામાં માનતા નથી. પોતે ધારેલું કામ કોઈપણ રીતે પૂરું કરવા માટે તેઓ કઈ પણ કરતા હોય છે પછી તે ચોરી કરી અથવા તો કોઈપણ તરકીબ કરતાં હોય છે.
ત્યારે આવો એક કિસ્સો સુરતનાં પુણા ગામ વિસ્તારમાં પ્રકાશિત થયો છે આમ તો સુરતની વાત કરીએ સુરત દારૂ માટે પંકાઈ ગયું છે ત્યારે કેટલાક ઇસમો દમણથી દારૂ પી સાથે જે લક્ઝરી બસમાં આવી રહ્યા છે તે બસની અંદર મોટાભાગનાં પેસેન્જરો પોતાની પાસે રહેલા સામાન છે તેની અંદર દમણથી વિદેશી દારૂની બોટલો મૂકીને સુરત લાવી રહ્યાં છે.
આ માહિતી સુરત શહેરનાં પુણા પોલીસ સ્ટેશનનાં પી.આઇ યુ વી ગડરિયાને મળી હતી. જેથી તાત્કાલિક પીએસઆઇ અને ડી સ્ટાફના માણસો સાથે રાખીને એક તપાસ ચલાવી હતી.
જેમાં દમણથી સુરત આવતી બસ જેનો નંબર છે ય્ત્ન ૧૪ ફ ૫૫૦૬ તે અટકાવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા એક પછી એક પેસેન્જર્સ અને તેમની પાસે રહેલા સામાનની ચકાસણી કરતા એક પછી એક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
આ તપાસમાં કુલ ૨૬૫ બોટલ મળી આવી હતી આમ જાેતાં થોડા સમય માટે પુણા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તાત્કાલિક પુણા પોલીસે સાત મહિલા સહિત ૪૫ પેસેન્જર બસ કંડકટર ડ્રાઇવરની પણ ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ખાનગી લક્ઝરી બસ પણ કબજે કરી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મહત્વની વાત એ છે લોકો પોતાનું વચન પૂરું કરવા માટે કેટલી હદે જતા હોય છે તે આ કિસ્સાઓ પરથી ખ્યાલ આવે છે હાલમાં તો પુણા પોલીસે તપાસ હાથ ધરી છે પણ આવી રીતે કેટલાક લોકો ખાનગી વાહનોમાં અલગ અલગ રીતે ચોરી છૂપી વિદેશી દારૂની બોટલો લાવતા હોય છે.SSS