Western Times News

Gujarati News

આહવામાં પોલીસ કર્મચારીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ડાંગ, ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા ૩૦ વર્ષીય દીપકભાઈ કાશીરામ ભાઈ જગતાપ અગમ્ય કારણોસર આહવાના ટીમ્બર ડેપો નજીક આવેલા જંગલમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. મળતી માહિતી મુજબ સાપુતારા પોલીસ મથકે ફરજ બજાવતા દીપકભાઈ જગતાપની પત્ની પિયરમાં ડિલિવરીએ ગઈ હોય તેઓ એકલા આહવા ખાતે રહેતા હતા.

આહવા બોરખેત માર્ગ ઉપર આવેલ ટીમ્બર ડેપો નજીકના જંગલમાં વૃક્ષ પર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં ગ્રામજનોને જાેવા મળ્યા હતા. જેના પગલે લોકોએ આહવા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક પોલીસ જવાન દીપકભાઈની લાશનો કબજાે મેળવી સગા સંબંધીઓને જાણ કરી પી.એમ.માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી.

આહવા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે ક્રાઈમની એક અન્ય ઘટના અંગે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પૂર્વ પતિએ પોતાના ભાઈના દીકરા સાથે મળી પોતાની જ પૂર્વ પત્નીની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટના દીકરીની નજર સમક્ષ ઘટી હોવાનું નિવેદન તેણે મીડિયા સમક્ષ આપ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં દીકરી કઈ રીતે તેના પિતા તેમજ તેના કાકાના દિકરાએ તેની માતાની હત્યા કરી છે તે સમગ્ર બનાવ વર્ણવ્યો છે. ત્યારે સમગ્ર મામલે જેતપુર શહેર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.