વેજલપુરઃ દાદાએ પૌત્રીને અશ્લીલ સાહીત્ય બતાવી અડપલાં કરતાં માતાએ ફરીયાદ કરી
વૃદ્ધની અટકઃ વારંવાર સમજાવવા છતાં વૃદ્ધ ન માનતાં માતાએ લીધેલું પગલું |
અમદાવાદ : શહેરમાં માસુમ બાળકો સાથે સૃષ્ટી વિરૂદ્ધનાં કૃત્યો કરવાની તથા એકલામાં તેમની સાથે અડપલાં કરવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. મોટેભાગે આવી ઘટનાઓમાં મા-બાપ જેની ઊપર વિશ્વાસ કરતાં હોય તેવાં પરીવારનાં જ કોઈ સભ્યો કે આસપાસનાં પડોશીઓ જ સંડોવાયેલા હોય છે. વિશ્વાસુ માણસો પાસે બાળક હોવાથી માતા પિતાને પણ આવી શંકા મનમાં આવતી નથી.
જેનો કેટલાંક હવસખોરો લાભ ઊઠાવી બાળકોને વારંવાર પીંખતા હોય છે. સમાજમાં આવી ઘટનાઓને પગલે હવે મા-બાપ બાળકોને પોતાની સિવાય બીજા કોઈ પાસે રાખતાં પણ ડરી રહ્યાં છે. આ પરિસ્થિતિમાંવેજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. જેમાં હવસખોર દાદા જ દસ વર્ષીય બાળકીને મોબાઈલમાં અશ્લીલ ફોટા બતાવી તેની સાથે અડપલાં કરતો હતો. ઘટનાની જાણ થતા માતાએ આ વૃદ્ધને સમજાવવાનો પ્રયત્ન કર્યાે હતો. જા કે વૃદ્ધ નહીં માનતાં છેવટે પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે પતિ સાથે અણબનાવ બાદ એક પુત્રીની માતાએ પોતાની બાળકીનાં ભવિષ્ય ખાતર બીજા લગ્ન કર્યા હતા અને પોતાની પુત્રીને સાથે રાખી હતી. માતા જ્યારે કામમાં વ્યસ્ત રહેતી ત્યારે તેનાં સસરા બાળકીને રમાડવા લઈ જતાં હતાં. જાકે આશરે એકાદ મહીના અગાઉ પોતાની પુત્રીને રમાડવા લઇ ગયેલાં દાદાને કઢંગી હાલતમાં તથા પોતાની પુત્રી સાથે અડપલાં કરતાં મહિલા ચોંકી ઊઠી હતી.
આ મહિલાએ તેનાં સસરા અંગે પતિ સાથે વાત કરતાં તે પણ ડઘાઈ ગયા હતા. અને બંનેએ ઘરની વાત ઘરમાં રહે એ
માટે વૃદ્ધને ઠપકો આપી બીજી વખત આવું ન કરવાં જણાવ્યું હતું.
જા કે આ ૬૫ વર્ષીય ઈકબાલ હુસેન શેખ નામનો આ વૃદ્ધ વારંવાર બાળકીને રમાડવાનાં બહાને લઇ જતો. તથા માસુમ બાળકીને પોતાનુ ગુપ્તાંગ બતાવી મોબાઈલમાં અશ્લીલ ફોટો તથા વિડીયો બતાવતો હતો. ઊપરાંત અણસમજ એવી દસ વર્ષીય બાળકીને પણ અડપલાં કરતો હતો. સસરાને વારંવાર ચેતવણી આપવા છતાં તે પોતાની હરકતો બંધ કરતો નહતો.
જેનાં પગલે પોતાની દસ વર્ષીય બાળકી સાથે કાંઈ અઘટીત ઘટના ન બને એ માટે છેવટે આ ૨૮ વર્ષીય માતાએ સસરા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદ સાંભળીને પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. અને ત્વરીત જ પગલાં લેતાં હવસખોર દાદાને ઝડપી લીધો હતો. તથા જેલનાં સળીયા પાછળ નાંખ્યો હતો. સામાન્ય રીતે નાનાં બાળકો પોતાનાં માતા-પિતા બાદ સૌથી વધુ દાદા-દાદી સાથે રહેતાં હોય છે.
જા કે આ હવસખોર વૃદ્ધે પોતાનીજ પૌત્રી ઊપર નજર બગાડી હતી. ઘટનાની જાણ થતાં આસપાસનાં પાડોશીઓ પણ વૃદ્ધ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. અને તેને સજા થાય તથા સમાજમાં દાખલો બેસે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.
અત્રે ઊલ્લેખનીય છે કે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. કેટલાંક દિવસો અગાઈ ફોઈનાં પુત્રએ મામાની સગીર દિકરીને ગર્ભવતી કરતાં તેણે સંતાનને જન્મ આપ્યો હતો. જ્યારે એક બનાવમાં સગો મામો જ પોતાની ભાણી સાથે પતિ-પત્ની જેવાં સંબંધો રાખી તેને લઈને ભાગી ગયો હતો. ઊપરાંત અન્ય કેટલાંય કિસ્સાઓમાં નાનાં બાળકો સાથે અનૈતિક બનાવો બન્યાં હતાં. જેમાં ખુબ જ નજીકનાં જ વ્યક્તિઅોઆરોપી તરીકે ઓળખાયા છે. આ બધી ઘટનાઓનાં પગલે લોકો હવે પોતાનાં બાળકોને કોઈની પણ પાસે એકલાં મુકતાં ગભરાઈ રહ્યાં છે.