Western Times News

Gujarati News

ગોમતીપુરમાં અક્સ્માતગ્રસ્ત શખ્સોને બચાવવા ગયેલા ડ્રાઈવરને લુંટી લેવાયો

અમદાવાદ : શહેરનાં ગોમતીપુર વિસ્તારમાં લુંટનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોતાની કારની આગળ એક્ટીવા પરથી સ્લીપ ખાઈને પડી ગયેલાં બે શખ્સોની મદદ કરવા જતાં આ બંને શખ્સો વ્યક્તિ ઊપર જ અક્સ્માતનો આક્ષેપ કર્યાે હતો. ઊપરાંત તેની પાસેથી વળતર માંગી ઝઘડો કરીને આ વ્યક્તિનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન તથા રોકડની લુંટ ચલાવી બંને શખ્સો ફરાર થઈ ગયા હતાં.

પ્રેમનાથ ગુપ્તા અમરાઈવાડી ખાતે રહે છે અને ડ્રાઈવીંગ કરી પોતાનું તથા પરીવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે રાત્રે અગિયાર વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને ઊતારી ઘર તરફ જતાં પ્રેમનાથ મુસા સુલેમાનની ચાલી નજીક પહોંચ્યા હતા.

ત્યારે તેમની આગળ એક્ટીવા ઊપર જતાં બે શખ્સો અચાનક સ્લીપ થઈ પડી જતાં પ્રેમનાથ પોતાની ગાડી રોકીને તેમને મદદ કરવા પહોંચ્યા હતા જાકે મહેલુ ચાવડા (રહે.ખાડાવાળી ચાલી, ગોમતુપીર) તથા તેની સાથેનાં શખ્સે પ્રેમનાથ ઊપર અક્સ્માત કરવાનો આરોપ મુકીને પોતાને વળતર આપવાનું જણાવતાં પ્રેમનાથ અચંબિત થયા હતા. અને પોતે અક્સ્માત કર્યાનો ઈન્કાર કરતાં બંને શખ્સો ઊશ્કેરાઈને પ્રેમનાથને માર મારવા લાગ્યા હતા.

ઊપરાંત તેમનાં ખિસ્સામાંથી મોબાઈલ ફોન બ્લ્યુટુથ તથા રોકડ રકમ કાઢી લીધી હતી. દરમિયાન ટોળું એકત્ર થતાં બંને શખ્સો ત્યાંથી ભાગી છુટ્યા હતા. ટોળામાંથી કોઈએ બુમાબુમ કરતાં પ્રેમનાથને મેહુલનાં નામ વિશેની જાણ થઇ હતી.

આ કડવા અનુભવ બાદ પ્રેમનાથે ગોમતીપુરમાં મારામારી તથા લુંટની ફરીયાદ નોંધાવી હતી. અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતક વચ્ચે હવે ચોંકાવનારી ઘટનાઓ પણ ઘટી રહી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં બનેલી ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બનેલા છે કેટલાક કિસ્સાઓમાં અકસ્માતનું બહાનું કાઢી વાહનચાલકોને લુંટવામાં આવતા હોય છે

પરંતુ આ ઘટનામાં ખરેખર અકસ્માત થયો હતો અને ઈજાગ્રસ્ત યુવકોને કાર ચાલક બચાવવા માટે તથા હોસ્પિટલમાં ખસેડવા માટે સહાનુભૂતિ દર્શાવતા તેને જ લુંટી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસે આ સમગ્ર ઘટનાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે અને આરોપીઓને ટુંક સમયમાં જ ઝડપી લેવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને ડ્રાયવરને માર મારતા ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.