ચીનમાં ઓમિક્રોન વેરિઅન્ટ બેકાબૂ, કોવિડ સંક્રમણના કેસ વધ્યા

બીજીંગ, ચીનમાં, કોરોના વાયરસના બેકાબૂ ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. જેના કારણે આર્થિક સંકટની સ્થિતિ સર્જાઈ છે. પ્રાંતો પર ભારે નાણાકીય બોજ છે.
કોવિડની શરૂઆત ૨૦૧૯માં ચીનના વુહાનમાં થઈ હતી. ચીને કડક નિયમો દ્વારા બે વર્ષ સુધી સંક્રમણને નિયંત્રણમાં રાખ્યું હતું, પરંતુ છેલ્લા એક-બે અઠવાડિયાથી ઓમિક્રોનના કારણે દબાણ વધી રહ્યું છે.
નેશનલ હેલ્થ કમિશન અનુસાર,સ્થાનિક ચેપના ૧,૬૫૬ કેસ નોંધાયા હતા. તેમાંથી ૧,૧૯૧ જિલિનમાં, ૧૫૮ ફુજિયનમાં, ૫૧ શેનડોંગમાં, ૫૧ ગુઆંગડોંગમાં અને ૩૯ લિયાઓનિંગ પ્રાંતમાં દેખાયા હતા. ૮૧ કેસમાં સંક્રમિત લોકો ચીનની બહારથી આવ્યા હતા.
શૂન્ય કોવિડ નીતિને કારણે, કોવિડ પ્રભાવિત પ્રાંતોમાં આર્થિક સ્થિતિ કથળી રહી છે. પોલિસી રિસર્ચ ગ્રૂપ નામની થિંક ટેન્કના વિશ્લેષકોના મતે ચીનમાં સ્થાનિક સરકારો ભારે નાણાકીય બોજનો સામનો કરી રહી છે.
ચીનની ઇન્વેસ્ટમેન્ટ બેંક તિયાનફેંગ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં કોવિડ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા મોડલથી નાણાકીય દબાણ વધી રહ્યું છે. શાંઘાઈ સ્થિત ચીનના આંતરરાષ્ટ્રીય નાણાકીય અને લોજિસ્ટિક્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, ચીન રોગચાળાની શરૂઆતથી સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેનાથી તેની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે.HS