Western Times News

Gujarati News

તેલંગાણા: શિવાજીની પ્રતિમા સ્થાપિત બાબતે બે જૂથો વચ્ચે અથડામણ

નિઝામાબાદ, તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના બોધન શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાને લઇને બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર જાેરદાર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક કોન્સ્ટેબલ ઘાયલ થયો છે અને તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. માહિતી આપતાં નિઝામાબાદ પોલીસ કમિશનર કે આર નાગરાજુએ કહયું કે વ્સ્તિારમાં તણાવને જાેતા, કલમ ૧૪૪ (સીઆરપીસી ) હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર એક જૂથે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા લગાવી હતી. જેનો બીજા જૂથે વિરોધ કર્યો હતો. જેના કારણે બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંને પક્ષો તરફથી પથ્થરમારો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભીડને વિખેરવા માટે ટીયરગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે બાદ સ્થિતિ કાબુમાં આવી હતી. આ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હતો.

કાયદો અને વ્યવસ્થાના પ્રભારી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પ્રતિમા સ્થાપિત કરવા માટે કોઇ પરવાનગી લેવામાં આવી નથી. સ્થળ પર શાંતિ જાળવવા વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યાછે. આ સાથે જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ભાજપના નેતા અને નિઝામાબાદ ધર્મપુરીથી પાર્ટીના સંાસદ અરવિંદે ટવીટ કરીને ટીઆરએસ-એમઆઇએમ પર પ્રહારો કર્યા છે તેમણે લખ્યું કે બોધન મ્યુનિસિપલ કાઉન્સીલે શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો અને ઠરાવ પણ પસાર કર્યો હતો. તેમ છતાં, ટીઆરએસ-એમઆઇએમના કાર્યકર્તાઓ શહેરમાં હંગામો અને તણાવ પેદા કરી રહયા છે.

ભાજપના નેતાએ અન્ય એક ટિવટમાં કહયું કે હવે શાસક ટીઆરએસ કાઉન્સીલરે ખુલ્લેઆમ ધમકી આપી છે કે જાે શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તો બોધન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી જશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.