પોલીસે ૩ દિવસની ડ્રાઇવમાં ૮૧ હથિયારો સાથે ૨૦૮ શખ્સો ઝડપી પાડ્યાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Ahmedabad-Police.jpg)
સુરત, સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરીની પ્રવૃત્તિઓ વધતી જ જઇ રહી છે. ત્યારે ગુનાખોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે. છતાં શહેરમાં સ્થિતિ યથાવત જાેવા મળી રહી છે. કારણ કે, માત્ર ૩ દિવસની ડ્રાઈવમાં પોલીસે હથિયાર સાથે ૨૦૮ શખ્સોને ઝડપી પાડ્યા છે. ચેકિંગ દરમ્યાન અસામાજિક તત્વો પાસેથી ૮૧ હથિયારો મળી આવ્યાં છે.
પોલીસે ઘાતક હથિયારો લઈને ફરતા માથાભારે તત્વોને ઝડપી પાડ્યાં છે. પોલીસે ચપ્પુ સાથે ૮૧ લોકો તો તલવાર, કુહાડી, સળિયા જેવાં હથિયારો સાથે ૨૧ લોકોને ઝડપી પાડ્યાં છે. લાકડી અને ધોકા જેવાં હથિયારો સાથે ૧૦૬ શખ્સો ફરતા પોલીસે પકડ્યાં છે.
૩ દિવસની પોલીસની ડ્રાઈવ દરમિયાન દારૂના ૧૭૮ કેસ પોલીસે નોંધ્યા છે. રૂ. ૬.૮૫ લાખનો દારુનો મુદ્દામાલ પકડ્યો તો ૧૭૭ આરોપીઓને દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યાં છે. જુગારના ૧૫ કેસ કરીને ૩.૭૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. ૮૪ જુગારીઓની પણ સુરત પોલીસે ધરપકડ કરી છે.
ડ્રાઈવ દરમિયાન ૪૧૨ શખ્સો નશો કરેલી હાલતમાં ઝડપાયા છે. રૂ.૬.૮૫ લાખનો દારુનો મુદ્દામાલ પકડ્યો, ૧૭૭ આરોપી દારૂ સાથે ઝડપ્યાં જુગારના ૧૫ કેસ કરી ૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો ૮૪ જુગારીઓની સુરત પોલીસે ધરપકડ પણ કરી ડ્રાઈવ દરમિયાન ૪૧૨ શખ્સો નશો કરેલી હાલતમાં પકડાયા.HS