સિદ્ધાર્થ મને હંમેશા હસતી જાેવા માગતો હતો: શહેનાઝ
મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો એક ટૉક શો યૂટ્યુબ પર પ્રસારિત થાય છે જેમાં તે સેલેબ્સ સાથે ફિટનેસને લગતી વાતચીત કરે છે. તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીએ આ શૉમાં શહેનાઝ ગિલ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શિલ્પા અને શહેનાઝે ઘણી મસ્તી કરી અને સાથે સાથે ગંભીર મુદ્દાઓ પર પણ વાતચીત કરી.
આ વાતચીત દરમિયાન શહેનાઝ ગિલે દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનો પણ ઉલ્લેખ કર્યો. આ વીડિયોમાં પહેલા તો શહેનાઝ ગિલ અને શિલ્પા શેટ્ટી સાડા કુત્તા પર ડાન્સ કરે છે.
તેમનો આ વીડિયો પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેનાઝ ગિલ શિલ્પા શેટ્ટીને જણાવે છે કે, મારે તો ફિટનેસ બાબતે શિલ્પા શેટ્ટી બનવું છે. શહેનાઝ ડાન્સ કર્યા પછી કહે છે કે, જાે આપણે ઠુમકા જ ના લગાવીએ તો ફિગર શું કામનું? આ વીડિયો શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રમ હેન્ડલ પર પણ શેર કર્યો છે.
વાતચીતમાં શિલ્પા અને શહેનાઝ મેન્ટલ હેલ્થ, ફિટનેસ, ડાયટ વગેરે વિષયો પર વાત કરે છે. મેન્ટલ હેલ્થની વાત નીકળી ત્યારે શિલ્પા શેટ્ટીએ શહેનાઝને પૂછ્યું કે તાજેતરમાં જ તને ખુશ રહેવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. આ સાંભળીને શહેનાઝ ગિલે કહ્યું કે, હા ડાન્સ વીડિયો સામે આવ્યા પછી મને ટ્રોલ કરવામાં આવી હતી.
આજે તમે મને પૂછી રહ્યા છો માટે હું જવાબ આપીશ , નહીં તો હું આ બાબતમાં જવાબ નથી આપતી કોઈને. જાે મને હસવાની તક મળશે તો હું હસીશ, જાે મારે કોઈ તહેવારની ઉજવણી કરવી હશે તો હું કરીશ. સિદ્ધાર્થે મને ક્યારેય નથી કહ્યું કે તુ હસવાનું બંધ કર.
સિદ્ધાર્થ હંમેશા મને હસતી જાેવા માંગતો હતો. મારું માનવું છે કે ખુશ રહેવું જીવનમાં ઘણું જરુરી છે. સિદ્ધાર્થ સાથે મારા કેવા સંબંધો હતા તે મારે દુનિયાને કહેવાની જરૂર નથી. મને ખબર છે કે સિદ્ધાર્થ મારા માટે કેટલો ખાસ હતો. મને ખબર છે કે હું તેના માટે કેટલી ખાસ હતી. અને આ પૂરતું છે. મને ફર્ક નથી પડતો કે લોકો શું કહી રહ્યા છે. હું ખુશ રહીશ અને કામ પણ કરતી રહીશ.SSS