Western Times News

Gujarati News

જુનિયર NTRએ હનુમાન દીક્ષા લીધી, ૨૧ દિવસ ખુલ્લા પગે રહેશે

(એજન્સી)ચેન્નાઈ, એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ આરઆરઆરએ વર્લ્‌ડવાઈડ બોક્સઓફિસ પર ધમાલ મચાવતા ૧ હજાર કરોડ કરતાં વધુનો વકરો કરી લીધો છે.

RRRમાં જુનિયર એનટીઆર ૨૦મી સદીના સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ જ્યારે રામ ચરણ અલ્લુરી સીતારામ રાજુના પાત્રમાં છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણનો પણ નાનો પરંતુ મહત્વનો રોલ છે. આરઆરઆરને સફળતા મળતાં થોડા દિવસ પહેલા જ રામ ચરણે સબરીબાલા મંદિરમાં અયપ્પા દીક્ષા લીધી હતી.

હવે મળેલી લેટેસ્ટ ખબર પ્રમાણે જુનિયર એનટીઆરએ પણ દીક્ષા લીધી છે. જાે કે, તેની દીક્ષા રામ ચરણ કરતાં અલગ છે. જુનિયર એનટીઆરે હનુમાન દીક્ષા લીધી છે. જેમાં ૨૧ દિવસ સુધી ખુલ્લા પગે રહેવું પડશે. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે ભગવા રંગના કુર્તા-પાયજામામાં જાેવા મળી રહ્યો છે. આ સિવાય તેણે ગળામાં માળા પહેરી છે અને કપાળમાં તિલક કર્યું છે.

રિપોર્ટ્‌સ પ્રમાણે, જુનિયર એનટીઆર એક મંદિરમાં પૂજા કરતાં અને દીક્ષા લેતા દેખાયો હતો. તેણે હનુમાન જયંતી પર પૂજા કરી હતી. આ દરમિયાન તે ભગવા કપડામાં દેખાયો હતો. તે પૂરી રીતે દીક્ષાનું પાલન કરી રહ્યો છે. આ દીક્ષામાં એક્ટરને ૨૧ દિવસ સુધી ખુલ્લા પગે રહેવું પડશે અને સાત્વિક ભોજન લેવું પડશે.

આરઆરઆરફિલ્મ રિલીઝ થયાના તરત બાદ રામ ચરણે અયપ્પા દીક્ષા લીધી હતી. જેમાં ૪૫ દિવસ સુધી નિયમોનું પાલન કરવાનું હોય છે. આ સિવાય બ્રહ્મચર્યનું પણ ધ્યાન રાખવું પડે છે. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પણ તે કાળા કૂર્તા-પાયજામા અને ચપ્પલ વગર દેખાયો હતો. રામ ચરણ પહેલા અજય દેવગણે અયપ્પા દીક્ષા લીધી હતી.

ફિલ્મ રિલીઝ થયા બાદ તેમાં જુનિયર એનટીઆર કરતાં રામ ચરણને વધારે સ્ક્રીન સ્પેસ અપાઈ હોવાનું કેટલાક રિપોર્ટ્‌સમાં કહેવાયું હતું. તેના પર સ્પષ્ટતા કરતાં એસએસ રાજામૌલીએ જણાવ્યું હતું કે, ‘જાે તમે સ્ટોરી જાેશો તો, તારક ચરણને બેવાર બચાવે છે

જ્યારે ચરણ તારકને એકવાર. એક પોઈન્ટ એવો છે જ્યાં ચરણ કહે છે કે ‘છેલ્લા ૧૫ સુધી હું સ્પષ્ટ નહોતો કે મારું લક્ષ્ય શું છે. તારકે એક ગીતથી રસ્તો બતાવ્યો. મને લાગતું હતું કે શસ્ત્ર એ ભૌતિક વસ્તુ છે. પરંતુ તારકે મને દેખાડ્યું કે, શસ્ત્ર એ લાગણી છે’.

જાે તમે આ સંદર્ભમાં જાેશો તો તમને લાગશે કે કે તારક હીરો છે અને ચરણ માત્ર તેને અનુસરે છે. પણ જાે તમે તેને બીજી રીતે જુઓ તો, જ્યારે ચરણ પૂછે છે ‘હું તને શું આપી શકુ?’ અને તારક કહે છે ‘મને શિક્ષા આપો’. તો ચરણ એ શિક્ષક છે અને તારક શિષ્ય’. તેમણે તે વાત તરફ ધ્યાન દોર્યું હતું કે, જાે બે એક્ટર્સ વચ્ચે પર્ફેક્ટ બેલેન્સ ન હોત તો ૧ હજારની કમાણી ન થઈ હોત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.