Western Times News

Gujarati News

માર્કેટ યાર્ડોમાં વધતી આવકો વચ્ચે લીંબુ 100-125ના હોલસેલ ભાવે પ્રતિકિલો વેચાયા

લીંબુના આસમાને પહોંચેલા ભાવ ઘટતા ગૃહિણીઓને મોટી રાહત

(એજન્સી) અમદાવાદ, છેલ્લા એક માસથી અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વાર આસમાને પહોંચેલા લીંબુના ભાવ ગગડીને જમીન પર આવી જતા ગૃહિણીઓને રાહત મળી છે. રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવ પ્રતિકિલો રૂ.૪૦૦ને આંબી ગયો હતો.

જેના કારણે તેની અવેજીમાં કાચી કેરીનો ઉપયોગ વધી ગયો હતો પરંતુ આખરે અન્ય રાજયમાંથી લીંબુની આવક વધતા હાલમાં લીંબુના ભાવ રૂ.ર૦૦ થી રપ૦ પ્રતિકિલો થતાં થાળીમાં સલાડ સાથે લીંબુ પણ દેખાવા લાગ્યાં છે. આ વર્ષે પહેલીવાર લીંબુના પ્રતિ કિલોના ભાવ રૂ.૪૦૦ના ઉંચી સપાટી સુધી અથડાતાં દેકારો મચી ગયો હતો,

પરંતુ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્ર અને ચેન્નાઈ તરફથી લીંબુની આવક વધવા લાગતા જથ્થાબંધ માર્કેટમાં લીંબુનો ભાવ ગગડવા લાગ્યા છે. યાર્ડમાં વધતી આવકો વચ્ચે છૂટક માર્કેટમાં લીંબુ કવોલિટી મુજબ રૂ.૧૦૦-રૂ.૧રપના હોલસેલ ભાવે પ્રતિકિલો વેચાયા હતા.

જે રિટેલ માર્કેટમાં હવે રૂ.ર૦૦થી રૂ.રપ૦ના ભાવે વેચાણ થઈ રહયા છે. હાલ એકંદરે તમામ શાકભાજીના ભાવમાં ૩૦-૪૦ ટકાનો ઘટાડો જાેવા મળી રહયો છે. માર્કેટિંગ યાર્ડના સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર, ચેન્નઈ, ભાવનગર અને હળવદ તરફથી આવતા લીંબુના જથ્થાની આવકો વધતા જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો છે.

છૂટક બજારના વેપારીઓના જણાવ્યા મુજબ પ્રતિકિલો લીંબુનું રૂ.ર૦૦ થી રૂ.રપ૦ના ભાવે વેચાણ થયું છે. લીંબુના ઉંચા ભાવનો લાભ લેવા માટે કેટલાક ફાર્મવાળાએ કાચા હોય તેવા લીંબુનો જથ્થો પણ બજારમાં ઠાલવી દીધો હોવાનું વેપારી સુત્રો જણાવી રહ્યાં છે.

આવા લીંબુમાં રસ ખુબ જ ઓછો હોય છે. આ લીંબુ પ્રતિ કિલો રૂ.૧પ૦થી પણ નીચા ભાવે વેચાઈ રહ્યા છે. માર્કેટયાર્ડના સુત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ લીંબુના ભાવમાં ઘટાડો થશે તેથી ગૃહિણીઓ ફરી રોજબરોજ રાંધવામાં ઉપયોગમાં લેવાતી ચીજાેમાં લીંબુનો ઉપયોગ કરી શકશે. હોટલોમાં પણ હવે સલાડની સાથે લીંબુ જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.