Western Times News

Gujarati News

કુમાર વિશ્વાસ-અલકા લાંબાને ત્યાં પંજાબની પોલીસ પહોંચી

(એજન્સી)નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિરાજ કુમાર વિશ્વાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પંજાબ પોલીસ બુધવારે વહેલી સવારે કુમાર વિશ્વાસના ઘરે પહોંચી છે. મધબપોરે પોલિસનો કાફલો આપના પૂર્વ ધારાસભ્ય અને હાલ કોંગ્રેસ નેતા અલકા લાંબાના ઘરે પહોંચ્યો હતો.

આ ઘટનાની માહિતી ટ્‌વીટ કરીને કુમાર વિશ્વાસે આપી હતી. જેમાં લખ્યું હતુ કે,પંજાબ પોલીસ તેમના ઘરે પહોંચી ગઇ છે. આ સાથે તેમણે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ ચેતવણી આપી છે. વિશ્વાસે માનને ચેતવણી આપતા કહ્યું છે કે, આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ ન કરવો જાેઈએ.

ભૂતકાળમાં પણ કુમાર વિશ્વાસ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા રહ્યા છે. અલકા લાંબાએ કુમાર વિશ્વાસના ટ્‌વીટને રિટ્‌વીટ કરીને જવાબ આપ્યો હતો, જેમાં લખ્યું હતું કે, હવે સમજવું પડશે કે આપને પોલીસની કેમ જરૂર હતી. ભાજપની જેમ માત્ર તેના વિરોધીઓને ડરાવવા અને અવાજ દબાવવા માટે કરે છે. કેજરીવાલ જી થોડી શરમ કરો.

૧૨ એપ્રિલનાં રોજ પંજાબનાં રોપડ સદર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાવાયો હતો. જેને લઇને પોલીસ આજે સવારે કુમાર વિશ્વાસનાં ઘરે ગાઝિયાબાદ પહોંચી હતી. રોપડ પોલીસે ૧૨ એપ્રિલે ૧૫૩, ૧૫૩એ, ૩૨૩, ૩૪૧, ૫૦૬, ૧૨૦બી અને ૧૨૫ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પિપલ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે

અને હવે કુમાર વિશ્વાસને આ કેસમાં તપાસમાં જાેડાવા અને પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું છે.તેમના વિરુદ્વ પંજાબ વિધાનસભા દરમિયાન દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્વ તેમણે આપેલા નિવેદનોને લઇને આ કેસ નોંધાયો છે. કુમાર વિશ્વાસનું કહેવુ છે કે, કેજરીવાલે દેશને તોડવાનો પ્રયાસ કર્યો હતો, કેજરીવાલ અલગતાવાદીઓના સમર્થનથી સરકાર બનાવવા માંગે છે.

જાેકે, આ આરોપો બાદ કેજરીવાલ તરફથી પણ પ્રતિક્રિયા આવી હતી. તેમણે કહ્યું હતું કે, હું દુનિયાનો સૌથી મીઠો આતંકવાદી છું, જે ઘર બનાવે છે, મફત વીજળી અને શિક્ષણ પણ આપે છે.

આ પહેલીવાર નથી, આ પહેલા પણ કુમાર વિશ્વાસ ઘણી વખત અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી ચૂક્યા છે. પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કુમાર વિશ્વાસે આપ અને પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.