Western Times News

Gujarati News

તા.૨૪મીએ શહેરના ૧૦૦ કેન્દ્રો પર કારકુન અને ઓફિસ આસિસટન્ટ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે

વડોદરા,  આગામી તા.૨૪ એપ્રિલ-૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૧૧ થી બપોરે ૧ દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા શહેરના ૧૦૦ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે હુકમ બહાર પાડ્યો છે. પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની અંદર કોઇપણ વ્યક્તિઓએ સેલ્યુલર ફોન, હેન્ડ સેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઇલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે જેવા ઇલેકટ્રોનીક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે.

પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુના ૧૦૦ મીટરના અંતરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહિ. પરીક્ષા કેન્દ્રની બહાર ૧૦૦ મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકાશે નહિ કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાપાત્ર ઠરશે.

ફરજ પર હોય તે અધિકારી-કર્મચારીઓને ફરજ દરમિયાન ફોનનો ઉપયોગ થઇ શકશે. આ હુકમ તા.૨૪ એપ્રિલ-૨૦૨૨ના રોજ સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી અમલી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.