Western Times News

Gujarati News

ગૃહ મંત્રાલયે @Cyber Dost ટિ્‌વટર હેન્ડલ લૉન્ચ કર્યું

નવી દિલ્હી, દેશભરમાં સતત સાયબર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આ ગુનાહિત પ્રવૃત્તિઓનો રોકવા માટે મોદી સરકારે મહત્ત્વનો ર્નિણય લીધો છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રાલયે સખ્ત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગૃહ મંત્રાલયે @Cyber Dost ટિ્‌વટર હેન્ડલ લૉન્ચ કર્યું છે.

જેમાં શોર્ટ વીડિયો તેમજ ફોટોના માધ્યમથી ૧૦૬૬થી વધુ સાયબર સુરક્ષાની ટિપ્સ શેર કરવામાં આવી છે. આ ટિ્‌વટર હેન્ડલના ૩.૬૪ લાખથી વધુ ફોલોઅર્સ છે. સાયબર ક્રાઈમ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સાયબર ક્રાઈમ વિશે જાણકારી આપવા માટે ૧૦૦ કરોડથી વધુ SMS મોકલવામાં આવ્યા. સાયબર ક્રાઈમ રોકવા માટે અને સાયબર સુરક્ષા ટિપ્સ માટે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવામાં આવ્યો.

સાથે જ વિદ્યાર્થીઓ માટે ખાસ હેન્ડબુક પ્રસારિત કરવામાં આવી છે. તો અલગ-અલગ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી સી-ડેક માધ્યમથી સાયબર સુરક્ષા જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય અને સંઘ પ્રદેશોને ૬ ઓક્ટોબર ૨૦૨૧થી દરેક અઠવાડિયાના પહેલા બુધવારે ૧૧ વાગ્યે સાયબર સુરક્ષા દિવસનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

સાથે જ છઠ્ઠા ધોરણથી ૧૨માં ધોરણ સુધી તમામ સ્ટ્રીમ્સ માટે સાયબર સ્વચ્છતામાં અભ્યાક્રમ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આઈ૪સીની તરફથી સાયબર અપરાધોને રોકવા માટે અલગ-અલગ માધ્યમોથી પ્રચાર કરવા માટે MyGovને આગ્રહ કરવામાં આવ્યો છે.

સાથે જ સાયબર સુરક્ષાના વિષય પર સગીરો અને વિદ્યાર્થીઓ માટે હેન્ડબુક પ્રસારિત કરવામાં આવી છે. સરકારી અધિકારીઓના લાભ માટે સૂચના સુરક્ષા સર્વોત્તમ પદ્ધતિઓ પ્રકાશિત કરવામાં આવી છે.

અલગ-અલગ રાજ્યોમાં પોલીસ વિભાગના સહયોગથી સી-ડેકના માધ્યમથી સાયબર સુરક્ષા જાગૃતિ અઠવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આઈ૪સી દ્વારા નિવારણના ઉપાયના રૂપમાં રાજ્યો/સંઘ પ્રદેશો, મંત્રાલયો/વિભાગોની સાથે ૧૪૮ સાયબર અપરાધ પરામર્શ શેર કરવામાં આવ્યા છે.

રાજ્યો/સંઘ પ્રદેશોને સમય-સમય પર ચેતવણી આપવામાં આવી છે. દિલ્લી મેટ્રોથી સાયબર અપરાધ રિપોર્ટિંગ પોર્ટલ અને રાષ્ટ્રીય ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર ૧૯૩૦ના પ્રચાર-પ્રસારનો અનુરોધ કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેક સુરક્ષા, ઈમેઈલ, મોબાઈલ સુરક્ષા વગેરેના સંબંધમાં પાયાની સ્વચ્છતા પ્રદાન કરવા માટે જાન્યુઆરી ૨૦૨૨માં સાયબર સ્પેસ માટે સાયબર સ્વચ્છતા, શું કરીએ અને શું ન કરીએ પર બે ભાષામાં મેન્યુઅલ જાહેર કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.