મોઢવાડિયાએ કરેલ પાયાવિહોણા આક્ષેપો સામે રૂપાણીનો હુંકાર

ગાંધીનગર ,સુરત અને અમદાવાદમાં એક ઇંચ પણ મારી જમીન નથી. એટલું જ નહીં મારા સાશનમાં મેં ઇમાનદારીથી પ્રજા હિત માટે અંગત સ્વાર્થ વિના અનેક નિર્ણય કર્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકેના મારા રાજીનામાં બાદ પણ મારી લોકપ્રિયતા માં સતત વધારો થવાથી હવે કોંગ્રેસ હતાશ બની છે.
અને એટલે જ આધાર પુરાવા વિના મારા ઉપર આક્ષેપ થતાં હોવાનું પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે.સુરતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ સુડા ના રીઝર્વેશન પ્લોટમાં કરેલા ભ્રષ્ટાચાર ના આક્ષેપો કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડીયા એ પત્રકાર પરિષદમાં કર્યા હતાં.
જેના પગલે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઈએ પત્રકાર પરિષદ આયોજીત કરી કોંગ્રેસના નેતાએ કરેલા આક્ષેપોનો રદિયો આપ્યો હતો.આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દિલ્હીથી ગુજરાત સુધી નેતા વિહોણી બની છે એટલું જ નહીં હતાશ બની ગઈ અને આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમત નક્કી થઈ ચૂકયો છે.
ત્યારે કોંગ્રેસ આવા વાહિયાત અને પાયાવિહોણા આક્ષેપ કરતા હોવાનો દાવો વિજય રૂપાણીએ કર્યો હતો આ તબક્કે અર્જુન મોઢવાડિયાના કરેલા આક્ષેપો ઉપર નિશાન તાકતા રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર રહી છે અને એટલે જ તેમને ભારતીય જનતા પાર્ટીની કામ કરવાની પદ્ધતિ નો સહેજ પણ ખ્યાલ નથી અને પત્રકાર પરિષદ કરીને અર્જુન મોઢવાડિયા જેવા જવાબદાર સિનિયર નેતા આવા આક્ષેપો કરે છે જે તદ્દન પાયાવિહોણા અને આધાર પુરાવા વિના હોવાનો દાવો કર્યો હતો.
અને સ્પષ્ટતા કરી હતી કે ખરેખર હું જ્યારે મુખ્યમંત્રી પદે હતો ત્યારે સુરત ઓથોરિટી ડેવલોપમેન્ટ ની કિંમતી જમીન બચાવી છે.એટલું જ નહીં આ કામગીરીમાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાઓ પણ કરવામાં આવી હોવાનો દાવો વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો.
જોકે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર માં તેમણે જણાવ્યું હતું કે મારી સતત વધતી લોકપ્રિયતાથી કોંગ્રેસ અકળાઈ છે અને મારા રાજીનામા પછી પણ મારી લોકપ્રિયતામાં જિંદગી વધારો થયો છે તે જોઈને કોંગ્રેસ હતાશ બની છે અને આગામી ચૂંટણીની હાર જોઈ જતા હવે પાયાવિહોણા આક્ષેપો કરતી હોવાનો દાવો પણ કર્યો હતો.
આ તબક્કે રાજકોટ ની જમીન નો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે આ બાબતે પણ મેં કોર્ટ કાર્યવાહી કરી છે જેમાં આધાર પુરાવા વિના મારા ઉપર કરેલા આરોપો અને કોંગ્રેસના કાવતરા રૂપી આરોપો હોવાનો દાવો વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો હતો