Western Times News

Gujarati News

ચોરીના બુલડોઝરથી ATM તોડવા છતાં રોકડ ન તફડાવી શક્યા

(એજન્સી) મુંબઈ,મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચોરોએ પહેલા બુલડોઝરની ચોરી કરી અને ત્યારબાદ એ જ બુલડોઝર વડે ચોરોએ ATM મશીન તોડી નાખ્યું હતું.

જાેકે આરોપીઓએ એટીએમમાં રાખેલી રોકડ રકમ છીનવી લેવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની છે. ચોરોએ શનિવારે રાત્રે લગભગ ૧૨ઃ૧૫ કલાકે આગરા ચોક ખાતે આવેલા Axis Bankનું ATM બુલડોઝરની મદદથી ઉઠાવી લીધું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, ચોરોએ પહેલા પેટ્રોલ પંપમાંથી જેસીબીની ચોરી કરી હતી અને ત્યારબાદ તેની મદદથી ATM તોડ્યું હતું. મળતી માહિતી મુજબ, આ ઘટના સમયે ATM મશીનમાં ૨૭ લાખ રૂપિયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.