Western Times News

Gujarati News

ચીને પાક.ને દેશમાં કામ કરતા પોતાના નાગરિકોની સુરક્ષા વધારવા કહ્યું

નવી દિલ્હી, પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટી પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકો માર્યા ગયા હતા. આ પછી ચીનની પ્રતિક્રિયા સામે આવી છે. ચીને પાકિસ્તાનને દેશમાં કામ કરતા પોતાના નાગરિકોની સુરક્ષા વધારવા કહ્યું છે.

તેણે કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલાની તપાસ અને ગુનેગારોને સજાની પણ માંગ કરી છે, જેમાં ત્રણ ચીની શિક્ષકો માર્યા ગયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની નાગરિકો પર થયેલા તાજેતરના હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે ચીનીઓનું લોહી વહાવી શકાય નહીં અને આ ઘટના માટે જવાબદાર લોકો ચોક્કસ કિંમત ચૂકવશે.

ચીનના આસિસ્ટન્ટ ફોરેન મિનિસ્ટર વુ જિઆંગહાઓએ તરત જ આ મામલે પાકિસ્તાની રાજદૂતને ફોન કરીને ચિંતા વ્યક્ત કરી હતી. વુએ માગણી કરી હતી કે પાકિસ્તાનીઓએ તાત્કાલિક આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવી જાેઈએ. ગુનેગારોને પકડીને સજા થવી જાેઈએ.

પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે તમામ સંભવિત પગલાં લેવા જાેઈએ. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની આર્થિક રાજધાનીમાં ચીની નાગરિકોને નિશાન બનાવીને કરાયેલા તાજેતરના હુમલામાં બુરખા પહેરેલા એક બલૂચ આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં શટલ પેસેન્જર વાનને ટક્કર મારી હતી, જેમાં ત્રણ ચીની શિક્ષકોના મોત થયા હતા.

રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆએ પ્રવક્તાના હવાલાથી જણાવ્યું હતું કે ચીને હુમલા પર તેની “સખત નિંદા અને આક્રોશ” વ્યક્ત કર્યો છે, તેમજ પીડિતો અને ઘાયલો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે તેની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો હતો અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે કેન્દ્રની સંપૂર્ણ મદદ અને સહયોગની ખાતરી આપી હતી.

વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના દુશ્મન છે. તેમણે સામૂહિક પ્રયાસો અને એકતા દ્વારા બાકીના આતંકવાદીઓને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.