મેટ ગાલા ૨૦૨૨માં સાડી પહેરીને પહોંચી નતાશા
ગોલ્ડન લૂકની દિવાની થઈ BFF કરીના-કરિશ્મા.
નતાશા પૂનાવાલાના આ લૂકના હોલિવુડમાં તો વખાણ થઈ જ રહ્યા છે સાથે જ બોલિવુડમાં પણ ચર્ચા જાગી છે.
મુંબઈ, ભારતીય બિઝનેસવુમન અને સોશિયલાઈટ નતાશા પૂનાવાલા મેટ ગાલા ૨૦૨૨ના રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારમાં જાેવા મળી હતી. જાેકે, તેણે ગ્લેમરની સાથે આઉટફિટમાં ભારતીય છાંટ પણ દેખાય તેનું ધ્યાન રાખ્યું હતું. Glided Glamour થીમને ધ્યાનમાં રાખીને તેણે સાડી અને બસ્ટિઅ પહેર્યું હતું. નતાશાએ ફેશનની સૌથી મોટી રાત માટે ભારતીય ડિઝાઈનર સબ્યસાચીએ તૈયાર કરેલી ટ્યૂલ સાડી અને Schiaparelli એ તૈયાર કરેલું બુસ્ટિઅ પહેર્યું હતું. ગોલ્ડ રંગના આઉટફિટ સાથે નતાશાએ ઓર્નેટ જ્વેલરી પહેરી હતી.
નતાશાના આ લૂકના હોલિવુડમાં તો વખાણ થઈ જ રહ્યા છે સાથે જ બોલિવુડમાં પણ ચર્ચા જાગી છે. નતાશાની ખાસ બહેનપણીઓ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને મલાઈકા અરોરાએ લૂકના વખાણ કર્યા છે. નતાશાએ મેટ ગાલા માટે દેશી ગ્લેમર અને અમેરિકા પ્રેરિત થીમને આધારે આઉટફિટ તૈયાર કરાવ્યો હતો ત્યારે રેડ કાર્પેટ પર પહોંચેલા બેસ્ટ-ડ્રેસ્ડ સેલિબ્રિટીમાંથી એક નતાશા હતી. નતાશાના આ ઈન્ડિયન-વેસ્ટર્ન લૂક પર તેની બહેનપણી કરીના કપૂર ફિદા થઈ ગઈ છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નતાશાના લૂકના વખાણ કરતાં લખ્યું,
“એકમાત્ર. ઉફ્ફ…લવ, લવ, લવ.” આ સાથે જ કરીનાએ ઢગલાબંધ હાર્ટના ઈમોજી મૂક્યા હતા. કરીના ઉપરાંત કરિશ્માએ પણ નતાશાના ગોલ્ડન લૂકના વખાણ કર્યા હતા. તેણે પણ નતાશાની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું, “ધેટ્સ માય ગર્લ.” મલાઈકા અરોરાએ પણ નતાશાના ગ્લેમરસ આઉટફિટના વખાણ કરતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “ઉર્ટ્ઠર, તે કમાલ કરી નાખી.” મલાઈકાની બહેન અમૃતાએ પણ વખાણ કરતાં લખ્યું, “આ રીતે થાય છે.” નતાશા પૂનાવાલા ઉપરાંત મેટ ગાલામાં શૉન મેન્ડિસ, કમિલા કબેયો, કિમ કાર્દિશિયન અને પેટ ડેવિડસન, સોફી ટર્નર-જાે જાેનસ, બિલિ એલિશ વગેરે જેવા સેલિબ્રિટીઝ થીમ આધારિત શાનદાર લૂકમાં જાેવા મળ્યા હતા.
નતાશાની વાત કરીએ તો ગત મહિને જ તેણે મનીષ મલ્હોત્રાના ઘરે બહેનપણીઓ કરીના, કરિશ્મા, અમૃતા સાથે પાર્ટી કરી હતી. મલાઈકા એક્સિડન્ટ બાદ રિકવર થઈ રહી હોવાથી તે પાર્ટીમાં હાજર નહોતી રહી.આ સિવાય માર્ચ મહિનામાં કરીના અને કરિશ્મા પોતાના બાળકો સાથે માલદીવ્સ ગયા હતા ત્યારે નતાશા પણ તેમની સાથે જાેડાઈ હતી.sss