Western Times News

Gujarati News

L&T માઈન્ડટ્રી મર્જરથી ૩૫૦ અબજ કરોડ ડોલરની કંપની બનશે

મુંબઇ, લાર્સન – ટુબ્રો ગ્રૂપે તેની બે આઇટી કંપની એલએન્ડટી ઇન્ફોટેક અને માઇન્ડ-ટ્રીનું મર્જર કરવાની જાહેરાત કરી છે. આ મર્જરથી ભારતમાં ૩૫૦ અબજ ડોલરનુ વેલ્યૂ ધરાવતી મોટા કદની આઇટી કંપની અસ્તિત્વમાં આવશે.

મર્જરથી અસ્તિત્વમાં આવનાર કંપનીનું નવુ નામ “એલટીઆમિન્ડટ્રી” હશે અને મર્જરની પ્રક્રિયા આગામી ૯થી ૧૨ મહિનામાં પૂર્ણ થવાની શક્યતા છે. નવી કંપનીમાં એલએન્ડટીનો હિસ્સો ૬૮.૭૩ ટકા હશે.

આ મર્જરની યોજના હેઠળ રોકાણકારોને માઇન્ડ-ટ્રીના ૧૦૦ શેર સામે એલએન્ડટી ઇન્ફોટેકના ૭૩ શેર મળશે. મર્જરના પગલે એલએન્ડટી ઇન્ફોટેકના એમડી સંજય જલોના રાજીનામું આપશે અને તેમના સ્થાને દેવાશીષ ચેટરજી કંપનીની જવાબદારી સંભાવશે.

એલએન્ડટી ઇન્ફોટેક અને માઇન્ડટ્રી બંને લાર્સન-ટુબ્રો ગ્રૂપની પેટાકંપની છે. લાર્સન ગ્રૂપે વર્ષ ૨૦૧૯માં માઇન્ડ-ટ્રીને ટેકઓવર કરી હતી. હાલ માઇન્ડ-ટ્રીમાં લાર્સન ગ્રૂપનો હિસ્સો ૬૧ ટકા છે, જેની માર્કેટકેપ રૂ. ૬૫,૨૮૫ કરોડ છે. તો રૂ. ૧.૦૩ લાખ કરોડની માર્કેટકેપ ધરાવતા એલએન્ડટી ઇન્ફોટેકમાં લાર્સન ગ્રૂપ ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. બંને કંપનીઓના મર્જર બાદ કંપનીનું ટર્નવર ૩૫૦ અબજ ડોલરે પહોંચી જશે.

માર્કેટકેપની દ્રષ્ટિએ મર્જર બાદ એલટીઆઈમિન્ડટ્રી ટેક મહિન્દ્રાને પછાડીને દેશની પાંચમાં ક્રમની સૌથી મોટી આઇટી સર્વિસ પ્રોવાઇડર કંપની બની જશે. મર્જર બાદ નવી કંપનીમાં ૮૦,૦૦૦થી વધારે કર્મચારીઓ હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.