દેશમાં કોરોનાના ૩૮૦૫ કેસ નોંધાયા, ૨૨નાં મોત

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ફરી વધારો જાેવા મળી રહ્યો છે. નવા આંકડા પ્રમાણે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩,૮૦૫ નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩,૧૬૮ લોકો કોરોનાથી સાજા થયા છે.
૩,૧૬૮ લોકો કોરોનાથી સાજા થયા બાદ રિકવરીનો આંકડો ૪,૨૫,૫૪,૪૧૬ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૮૭,૫૪૪ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ટેસ્ટનો કુલ આંકડો પણ ૮૪.૦૩ કરોડ સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૯૦.૦૦ કરોડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે.
૬ મેની રિપોર્ટમાં ૩,૫૪૫ નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૨૭ દર્દીઓના મૃત્યુ થયા છે. હવે એક્ટિવ કેસ ૨૦,૩૦૩ થઈ ગયા છે. એક્ટિવ કેસ કુલ સંક્રમણના ૫% છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે.SSS