Western Times News

Gujarati News

ચંદ્રની માટીમાં કાર્બનડાયોક્સાઈડને ઓક્સિજનમાં બદલે તેવો પદાર્થ

નવી દિલ્હી, ચંદ્ર પર માનવના રહેવા યોગ્ય સ્થિતિ બનાવવા માટે ઊંડી શોધ ચાલી રહી છે. જેમાં ત્યાં લાંબા સમય સુધી રહેવા માટે માનવની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પાણી અને હવા, લાંબા સમય માટે ઉર્જા સ્ત્રોત, અન્ય રહેણાક સામાન માટે નિર્માણ તંત્ર વગેરે સામેલ છે.

ચીની વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં જણાવ્યુ કે ચંદ્રની માટીમાં એવા સક્રિય પદાર્થ છે જે કાર્બન ડાયોક્સાઈડને ઓક્સિજન અને ઈંધણમાં બદલી શકે છે. આ પરિણામ તે ચીની નમૂનાની તપાસથી નીકળ્યા છે જે ગયા વર્ષે ચંદ્ર પરથી ધરતી પર માનવરહિત ચીની અભિયાનમાં લાવવામાં આવ્યા હતા.

ચીની વૈજ્ઞાનિકોના આ રિપોર્ટ એક જર્નલમાં પ્રકાશિત થયા છે. હવે શોધકર્તા આ વાતની શોધ કરી રહ્યા છે કે શુ ચંદ્રના સંસાધનોનુ ત્યાં અને તેનાથી આગળ થનારા માનવીય અન્વેષણ માટે ઉપયોગી થઈ શકે છે કે નહીં.

નાનજિંગ યુનિવર્સિટીના પદાર્થ વૈજ્ઞાનિક યિંગફાંગ યાઓ અને જિંગાંગ ઝોઉ એક એવુ તંત્ર વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી ચંદ્રની માટી અને ત્યાંના સૌર વિકિરણોનો લાભ ઉઠાવવામાં આવી શકે.

આ બંને વસ્તુઓ ચંદ્ર પર વિપુલ પ્રમાણમાં સંસાધનો છે. ચીનના ચાંગ ઈ ૫ અંતરિક્ષ યાનથી પૃથ્વી પર લાવવામાં આવેલી માટીનુ વિશ્લેષણ કર્યા બાદ વૈજ્ઞાનિકોની ટીમે જણાવ્યુ કે આ નમૂનામાં લોખંડ સમૃદ્ધ અને ટાઈટેનિયમ સમૃદ્ધ પદાર્થ છે. આ પદાર્થોમાં કેટાલિસ્ટ એટલે કે ઉત્પ્રેરક તરીકે કામ કરવાની ક્ષમતા છે જેનાથી સૂર્યના પ્રકાશ અને કાર્બનડાયોક્સાઈડથી ઓક્સિજન જેવા ઉત્પાદન નીકળી શકે છે.

પોતાના અવલોકનના આધારે ટીમે પૃથ્વીની બહાર પ્રકાશ સંશ્લેષણની તકનીકનો પ્રસ્તાવ આપ્યો છે. આ સિસ્ટમમાં ચંદ્રની માટીનો ઉપયોગ પાણીમાં ઈલે વિદ્યુત વિચ્છેદન-વિશ્લેષણની પ્રક્રિયામાં કરવામાં આવશે જે ચંદ્ર અને અંતરિક્ષ યાત્રીઓની શ્વસન પ્રક્રિયાથી મળશે. આ પ્રક્રિયામાં સૂર્યની રોશનીની મદદથી ઓક્સિજન અને હાઈડ્રોજન મળશે.

ચંદ્ર પર રહેતા લોકોના શ્વાસથી નીકળેલો કાર્બન ડાયોક્સાઈડ પણ જમા કરવામાં આવશે અને ઈલેક્ટ્રોલિસિસથી મળેલી હાઈડ્રોજનથી તેને મેળવવામાં આવશે. જેમાં હાઈડ્રોજનેશન પ્રક્રિયામાં માટી ઉત્પ્રેરકનુ કામ કરશે. આનાથી મિથેન જેવા હાઈડ્રોકાર્બન નીકળશે જેમને ઈંધણ તરીકે ઉપયોગમાં લઈ શકાશે.

શોધકર્તાઓનુ કહેવુ છે કે આ કાર્યનીતિમાં સૂર્યના પ્રકાશ સિવાય કોઈ પણ પ્રકારની બાહરી ઉર્જાનો ઉપયોગ થશે નહીં. આનાથી કેટલાય પ્રકારના ઉત્પાદન, જેમ કે પાણી, ઓક્સિજન અને ઈંધણ મળી શકે છે. જે ચંદ્રમા પર જીવનનુ સમર્થન માટે ખૂબ ઉપયોગી હશે.

ટીમ આ સિસ્ટમનુ પરીક્ષણ ચીનના ભાવી અભિયાનોમાં કરવાનો પ્રયત્ન કરશે. યાઓએ જણાવ્યુ કે તેમણે ઘટના સ્થળ પર હાજર પર્યાવરણીય સંસાધનોનો ઉપયોગ કર્યો છે જેનાથી રોકેટના નીતભારને ઓછો કરવામાં આવી શકે અને તેમની કાર્યનીતિ પૃથ્વીથી બહારના જીવનવાળા વાતાવરણમાં એક ટકાઉ અને વહનીય પરિદ્રશ્ય આપી રહી છે. શોધમાં જણાવાયુ છે કે ચંદ્રની માટીમાં મળનારા ઉત્પ્રેરક પૃથ્વી પર મેળવનારા ઉત્પ્રેરકોથી ઓછુ કારગર છે.

સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે તેઓ પોતાની સિસ્ટમ વધુ શ્રેષ્ઠ અને કારગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ જે આ ઉદ્દેશ્યો માટે કાર્યનીતિઓના પ્રસ્તાવ આપવામાં આવ્યા છે. તેમાં મોટાભાગનાને પૃથ્વીથી જ ઉર્જા સ્ત્રોત લઈ જવાની જરૂર છે.

આમાં નાસાના પર્સિવિયરેન્સ માર્સ રોવરમાં મોકલવામાં આવેલા ઉપકરણ છે જે કાર્બન ડાયોક્સાઈડથી ઓક્સિજન બનાવે છે પરંતુ તેને નાભકીય બેટરીની જરૂર પડે છે. યાઓ કહે છે કે જે રીતે ૧૭મી સદી સમુદ્રી યાત્રાનો યુગ બની ગયો હતો. આ સદી અંતરિક્ષની સદી બની રહી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.