જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા ‘વન ડે – વન ડિસ્ટ્રિકટ’ કાર્યક્રમમાં રજૂઆત
( સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સીધો સંવાદ કર્યો )
હાંસોટ : સુરત જિલ્લાનાં બારડોલી ખાતે આજરોજ ‘વન ડે – વન ડિસ્ટ્રિકટ’ કાર્યક્રમ અંતર્ગત 700 જેટલાં શિક્ષકો અને કર્મચારી સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સીધો સંવાદ યોજાયો હતો.
જેમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પ્રદેશ પ્રમુખ સમક્ષ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા વતી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી રજૂ કરી હતી. જેનાં પ્રત્યુત્તરમાં પ્રદેશ પ્રમુખે હકારાત્મક નિર્ણયની હૈયાધરપત આપી હતી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, જયંતીભાઈ કવાડિયા, મહેન્દ્રભાઈ પટેલ, રાજ્યકક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઈ ઉપરાંત રિટાયર્ડ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.