Western Times News

Gujarati News

અમદાવાદ મંડળના બે કર્મચારીઓ રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે પુરસ્કૃત

અમદાવાદ મંડળના  બે કર્મચારીઓને માર્ચ 2022 મહિનામાં તકેદારી અને સતર્કતા સાથે કામ કરતી વખતે રેલવે સુરક્ષામાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળ રેલ પ્રબંધક  શ્રી તરુણ જૈન દ્વારા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ મંડળ  સુરક્ષા અધિકારી શ્રી એ.વી. પુરોહિતના જણાવ્યા અનુસાર, પુરસ્કાર વિજેતાઓ દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યનું સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે:-

તારીખ 09.03.2022 ના રોજ શ્રી કમલેશ કુમાર મીના ટ્રેન મેનેજર PT/MDCCCONT લોકો નંબર-70580 પર કામ કરી રહ્યા હતા, જ્યારે તેમની ટ્રેન ચિરાઈ સ્ટેશન પર રોકાઈ, તે જ સમયે મુન્દ્રાપોર્ટથી ડીએપી લઈને યુપીના ચિરઈથી કોટા જઈ રહ્યા હતા

તેને જોતી વખતે જાણવા મળ્યું કે BVZ થી 6ઠ્ઠી વેગન સુધીનું એડેપ્ટર ટ્વિસ્ટેડ છે, જેની જાણ વોકી-ટોકી પર તુરંત ટ્રેન મેનેજર અને લોકો પાયલટને આપવામાં  આવી સાથે જ  ચિરઈ અને ભચાઉ સ્ટેશનમાં કામ કરતા સ્ટેશન માસ્તરને પણ નોંધ આપવામાં  આવી હતી. થોડા સમય બાદ ક્રૂ કંટ્રોલર ગાંધીધામના ફોન પર જાણવા મળ્યું હતું કે ગાડીનું એડેપ્ટર વધુ પડતું ફેરવાયું હતું. જેથી ભચાઉ સ્ટેશન ખાતે હાજરી આપી હતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગાર્ડે તેમની ફરજ સારી રીતે નિભાવી હતી.

તેવી જ રીતે, શ્રી નવીન કુમાર-પોઇન્ટ્સમેન તારીખ  20.03.2022 07 થી 15 કલાકની શિફ્ટમાં વિરમગામ સ્ટેશનના ટ્રાફિક લેવલ ક્રોસિંગ નંબર-41/A પર ગેટમેન તરીકે કામ કરતા હતા. ઉપરોક્ત તારીખે લગભગ 08:15 કલાકે, ડાઉન ગુડ્સ ટ્રેન નંબર-LongHall/GIM લેવલ ક્રોસિંગ નંબર-41/એમાંથી પસાર થતી વખતે, શ્રી નવીન કુમારે, ટ્રેનના ચેકિંગ દરમિયાન જોયું કે ત્યાં એક બ્રેક વાનમાંથી 7મી વેગન નં.-SEC-21140873224માં લટકતા ભાગનો અવાજ આવતો હતો

આથી શ્રી નવીન કુમારે તત્પરતા દાખવીને તરત જ ગાડીના લોકો પાયલોટ અને ગાર્ડને ખતરાની લાલ સિગ્નલ બતાવીને રોકવાની સૂચના આપી. અને તાત્કાલિક ઓન ડ્યુટી સ્ટેશન માસ્તર શ્રી એમ.કે.દાસને ફોન દ્વારા જાણ કરી હતી. આ બાબતની ગંભીરતા સમજીને શ્રી એમ.કે.દાસે તરત જ વોકી-ટોકી સેટ દ્વારા ટ્રેનના લોકો પાયલટ અને ગાર્ડને જાણ કરીને ગાડી રોકવી હતી.

ગાડી રોકાયા બાદ ઉપરોક્ત વેગનની તપાસ કરતાં Slack-adjuster rod તૂટી ગયો હોવાનું જણાયું હતું. ગાર્ડે તેને પોઈન્ટ મેઈનની મદદથી વાયર સાથે સુરક્ષિત રીતે બાંધ્યા બાદ અને IOP (ઈન્ટિગ્રેટેડ ઓપરેશનલ પ્લાન) દ્વારા વેગનને સંપૂર્ણ રીતે સુરક્ષિત કર્યા પછી ટ્રેનને વિરમગામ સ્ટેશનથી ફરીથી રવાના કરવામાં આવી હતી.

આમ શ્રી કમલેશકુમાર મીના ગાર્ડ અને શ્રી નવીન કુમાર-પોઇન્ટસમેન-વિરમગામની તકેદારી  અને ત્વરીત કાર્યવાહીથી સંભવિત અકસ્માત ટળી ગયો હતો. તેમનું આ  કાર્ય ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.