રાજ્યમાં કોરોના વાયરસના નવા ૨૮ કેસ સામે આવ્યા
ગાંધીનગર, રાજ્યમાં આજે પણ કોરોનાના નવા ૨૮ કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૩૭ દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૬૨૫ નાગરિકો દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. જાે કે રસીકરણ પણ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે રસીના કુલ ૩૫,૪૧૩ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૧૩ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે ૨૧૧ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત ૧૨,૧૩,૬૨૫ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
જ્યારે અત્યાર સુધીમાં ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું.
સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩ નોંધાયા છે. ગાંધીનગર કોર્પોરેશન ૨, વડોદરા કોર્પોરેશનમાં ૮, ગાંધીનગર ૨, જામનગર ૧, રાજકોટ કોર્પોરેશનમાં ૧, સુરત કોર્પોરેશનમાં ૧ એમ કુલ ૨૮ કેસ નોંધાયા છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૮૬૬ ને રસીનો પ્રથમ જ્યારે ૧૨૨૪૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૦૩ ને રસીનો પ્રથમ અને ૧૪૪૮ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૯૧૭૦ ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે.
૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૮૬૪ ને રસીનો પ્રથમ અને ૧૦૭૧૬ ને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે કુલ ૩૫,૪૧૩ ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૦,૮૪,૧૬,૬૫૦ કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.SS2KP