Western Times News

Gujarati News

અમદાવાદઃ જૂન મહિનાથી વધુ ૧૧ નવી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ થશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફલાઈટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આગામી જુન મહીનાથી અમદાવાદથી ડોમેસ્ટીક સેકટરની નવી ૧ર જેટલી ફલાઈટો શરૂ થશે. જેથી મુસાફરોને બીજી ફલાઈટોનો પણ વિકલ્પ મળી રહેશે.

હાલમાં ચાલી રહેલા સમર વેકેશનમાં ડોમેસ્ટીક સેકટરની વિવિધ રૂટ પરની ફલાઈટો પેક જઈ રહી છે. આ સ્થિતી આગામી જુલાઈ સુધી રહેશે ત્યારે અમદાવાદથી આગામી જુન મહીનાથી ૧ર જેટલી ફલાઈટો શરૂ થશે જેથી મુસાફરોને અન્ય ફલાઈટોનો પણ વિકલ્પ મળી રહેશે.

નવી ફલાઈટોમાં ગો ફર્સ્ટ કોચી, જયપુર, ગોવા અને હૈદરાબાદની નવી ફલાઈટ શરૂ કરશે. થોડા દિવસ પહેલા વારાણસીની ફલાઈટ શરૂ કરી હતી. આમ ગો એરની આગામી સમયમાં એરપોર્ટ પરથી ૩૬ફલાઈટોની આવાગમન થઈ જશે. ઈન્ડીગો પહેલી જુનથી વીકમાં ચાર દિવસ જાેધપુર અને બીજી જુનથી ચંડીગઢ અને દહેરાદુનની ડેઈલી ફલાઈટ અને ત્રીજી જુનથી કોલ્હાપુરની ફલાઈટ વીકમાં ત્રણ દિવસ ઓપરેટ કરશે.

આ ઉપરાંત વિસ્તારા પણ અમદાવાદથી મંુબઈની નવી ત્રણ પૈકી બે ૧પ મે થી ત્રીજી ફલાઈટ પહેલી જુનથી શરૂ કરશે. સ્ટાર અને ત્રીજી જૂનથી વિકમાં પાંચ દિવસ ઉડાન હેઠળ અમદાવાદ ભુજ શરૂ કરશે. આમ અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટીક ફલાઈટોની આવાગમન ૧૭૦થી વધશે સાથે સાથે પેસેન્જરો ફૂટફોલ પણ પ્રતીદીન રર હજારને પાર કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.