Western Times News

Gujarati News

દહેજની કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં

ભરૂચ, દહેજની ભારત રસાયણ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન બોઈલરમાં બ્લાસ્ટ બાદ લાગેલી ભીષણ આગ પર ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો છે. બપોરના સમય લાગેલી આગ એટલી વિકરાળ છે કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા.

કંપનીમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકાએ સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનામાં હજી સુધી કોઈ મોતના સમાચાર મળ્યા નથી.

મળતી માહિતી અનુસાર કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનામાં હાલ ૨૫થી વધુ કામદારોને ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં ઈન્સ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાદ, જીપીસીબી, પોલીસ અને મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આ દરમિયાન રોડ પરથી પસાર થતાં કેટલાક વાહનચાલકોએ અને સ્થાનિકોએ આગના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર કેમિકલ કંપનીના બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ આગ લાગતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગ વિકરાળ હોવાથી ૧૦ જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બ્લાસ્ટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર માર્ચ મહિનામાં પણ ભારત રસાયણ કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી.

બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસ પહોંચીને ગણતરીના કલાકોમાં ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. જણાવી દઈએ કે, ઉનાળાની સીઝનમાં આગના બનાવો જાેવા મળતા હોય છે, થોડા દિવસ પહેલા અમદાવાદના એસજી હાઈવે પર આવેલી બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.