Western Times News

Gujarati News

કેવડિયા ની જંગલ સફારીમાં બાળ સિંહોની પાપા પગલી

(માહિતી) વડોદરા, એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જાે મેળવી લીધો છે.

સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ પતા ચલા હૈ,શ્રધ્ધા કે ઘર પલના બંધા હૈ ના ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. હવે આ બંને બાળ સિંહો એ પહેલીવાર પિંજરા ના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે.

એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક ( જંગલ સફારી)માં ૩ મહિના પહેલા માદા સિંહ ‘શ્રદ્ધા’એ ૨ બચ્ચાઓને જન્મ આપ્યો હતો, પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળ સિંહોના જન્મના હરખથી વધામણાં કરાયા હતા. careful care takingની આ એક અનુપમ સિદ્ધિ હતી. સિંહ યુગલ “સુલેહ” અને “શ્રદ્ધા” ના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને સિંહ બાળની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી.જેનું ઉમદા પરિણામ મળ્યું છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે બંને સિંહ બાળ “સિમ્બા” અને “રેવા”ને વિશાળ પિંજરામાં છોડવામાં આવ્યા હતા,બંને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ – સહેલગાહથી પિંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું.

જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશા પ્રશું પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ,ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે.આજે બંને સિંહબાળ ને પિંજરામાં છોડાતા એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી થી ખીલી ઉઠ્‌યા હતા.

અત્રે અમદાવાદથી સહપરિવાર પ્રવાસે આવેલા મનદીપભાઈએ સિંહબાળની મસ્તી નિહાળી હતી અને જણાવ્યું હતું કે,નાના સિંહ બાળને બહાર ખુલ્લામાં જાેવાનો અમને મોકો મળ્યો છે,નિર્દોષ સિંહબાળની મસ્તી જાેઈને પરિવારજનોનો અને મારો એકતાનગરનો ફેરો સફળ રહ્યો છે. તમે પણ રાહ જાેયા વગર ઝડપથી એકતા નગર જંગલ સફારીમાં પહોંચી જાવ અને મસ્તીખોર સિંહ બાળો ને રમતા નિહાળી વેકેશન ને સફળ અને યાદગાર બનાવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.