Western Times News

Gujarati News

રાજ્યભરની સાથે ડાંગ જિલ્લામા પણ ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’નો શુભારંભ

(ડાંગ માહિતી )આહવા, રાજય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ સને ૨૦૨૨/૨૩ માટે ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’ નો શુભારંભ કરાયો છે.રાજ્ય સરકારના આદિજાતી વિકાસ વિભાગ દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતીના ખેડૂતોની આવકમા નોંધપાત્ર વધારો કરવાના આશા સાથે, તેમને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શાકભાજીના વાવેતર તરફ વાળવામા આવે છે.

આ યોજનાનો રાજ્ય ક્ક્‌ષાએથી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વરર્યુઅલ પ્રારંભ કરવા સાથે શુભારંભ કરાયો હતો. તે વેળા ડાંગ જિલ્લા સેવા સદન ખાતેના કોન્ફરન્સ હોલમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત આહવા તાલુકા પંચાયત પ્રમુખ  કમળાબેન રાઉત, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન પવાર તથા સ્થાનિક પદાધિકારીઓ, જિલ્લા કલેકટર ભાવિન પંડયા સહિતના અધિકારી/પદાધિકારીઓએ જિલ્લાના લાભાર્થી ખેડૂતોને વિવિધ લાભો એનાયત કર્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા સને ૨૦૨૨/૨૩ માટે ‘કૃષિ વૈવિધ્યકરણ યોજના’ હેઠળ ૨૪૯૩ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે, ૨૩૪૧ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે. જેમને દુધી, કારેલા, ટામેટા, રીંગણ અને ભીંડા પૈકી કોઈ પણ એક શાકભાજીનુ વિતરણ તથા ખાતર પુરા પાડવામા આવે છે. આ ઉપરાંત ADP હેઠળના લાભાર્થી ખેડૂતોને ગુજકો માર્શલ દ્વારા ‘ગુજકો ધરામૃત’ ની ૩ બોટલનુ પણ વિતરણ કરવામા આવે છે.

આ યોજનાના શુભારંભ વેળા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબિરના પસંદગીના લાભાર્થીઓને ઉક્ત કિટનુ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયુ હતુ. કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવો તથા લાભાર્થીઓએ રાજ્યકક્ષાએથી પ્રસારિત કાર્યક્રમનુ જીવંત પ્રસારણ પણ નિહાળ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.