ભાઈના મૃત્યુ પછી ડરાવી ધમકાવીને દિયર ભાભી સાથે દુષ્કર્મ કરતો રહ્યો
નોઇડા, ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ભાભી દ્વારા પોતાના દિયર પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાભીએ આરોપ લગાવ્યો છે કે તેનો દિયર તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમજ તેણે ડરાવી ધમકાવીને ઘણીવાર તેની સાથે દુષ્કર્મ કરી ચૂક્યો છે.
સમગ્ર મામલે પીડિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પછી પોલીસે આરોપી દિયરની ધરપકડ કરી લીધી છે અને તેની પુછતાછ કરવામાં આવી રહી છે.
પોલીસે આરોપી શોએબ સૈફીની સેક્ટર-૬૩માંથી ધરપકડ કરી છે. શોએબ છિજારસીના સેક્ટર-૬૩નો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પીડિતાના પતિનું મૃત્યુ થઇ ગયું હતું, જેના પછી પીડિતાની એકલતાનો ફાયદો ઉઠાવીને શોએબ સતત પોતાની ભાભીને ડરાવી ધમકાવી રહ્યો હતો, અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા કરતો હતો.
પીડિતાએ આનો ઘણીવાર વિરોધ પણ કર્યો પરંતુ દિયરની ધમકીઓના કારણે તે ચૂપ રહી. દિયર તેનો જ ફાયદો ઉઠાવીને વારે-વારે તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો.
પરંતુ અંતે હેરાન થઈને પીડિતાએ નોઇડાના ફેસ-૩મા પોતાની ફરિયાદ દાખલ કરાવી, ત્યાર પછી પોલીસે શોએબ સૈફીની અટકાયત કરીને તેને જેલમાં મોકલાવી દિધો છે. પોલીસે મહિલાનું નિવેદન દાખલ કર્યા પછી મેડિકલ કરાવવામાં આવ્યું છે, જેનો રીપોર્ટ આવવાની રાહ જાેવામાં આવી રહી છે. આગળની કાર્યવાહી રિપોર્ટ આવ્યા પછી કરવામાં આવશે.
આ પહેલા નોઈડાના સેક્ટર-૩૯ થાના પોલીસે કિશોરીનું અપહરણ કરીને બળાત્કાર ગુજારનારા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કિશોરનો પણ કબજાે મેળવી લીધો હતો.
પોલીસના જણાવ્યા આનુસાર થાના વિસ્તારમાં વસવાટ કરનારી એક કિશોરીને તેના ઘરે આવનારો યુવક બહેલાવી-ફૂસલાવીને લઇ ગયો હતો. આ બાબતમાં કિશોરીના પરિવારજનોએ કાનપુર નિવાસી શિવમની સામે રીપોર્ટ દાખલ કરાવ્યો હતો. પોલિસે એક સુચનાના આધારે કાનપુરથી આરોપી શિવમને ઝડપી પાડ્યો હતો.
અને કિશોરીનો પણ યોગ્ય તક જાેઇને કબજાે મેળવી લીધો હતો. પોલીસે કિશોરીની મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં દુષ્કર્મની પુષ્ટિ થવા પર આરોપીની સામે પોલીસે દુષ્કર્મ અને ર્ઁંઝ્રર્જીં એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી.HS1