Western Times News

Gujarati News

કાન ક્લોઝિંગ સેરેમનીમાં દિપિકા પાદુકોણ ચમકી

એક્ટ્રેસ દિપિકા પાદુકોણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બરની ભૂમિકા નિભાવ્યા બાદ ભારત પરત આવી

મુંબઈ,દિપિકા પાદૂકોણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી મેમ્બર તરીકે પોતાના કરિયરમાં નવા અચિવમેન્ટને જાેડ્યું છે, એટલું જ નહીં પણ વિદેશમાં ભારતનું નામ રોશન કર્યુ છે. પહેલાં દિવસથી લઇને અંતિમ દિવસ સુધી તેના ગ્લેમરસ લૂક્સ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહ્યાં છે. તેના દરેક લૂક્સના ફેન્સ વખાણ કરતાં જાેવા મળ્યા છે. છેલ્લાં દિવસની વાત કરીએ તો એક્ટ્રેસ એકવાર ફરીથી ભારતીય પહેરવેશ પર પોતાની પસંદગી ઉતારી.

તેણે આ માટે સફેદ રંગની સાડી પહેરી હતી, જેમાં તેની સુંદરતા જાેવાલાયક હતી. બીટાઉનની ટોપ એક્ટ્રેસે પહેલાં દિવસે સબ્યસાચી મુખરજીની સાડી પહેરી હતી, તો કાન ક્લોઝિંગ માટે તેણે ભારતની પ્રખ્યાત ફેશન ડિઝાઇનર જાેડી અબૂ જાની-સંદીપ ખોસલાની કસ્ટમ મેડ ટ્રેડિશનલ સાડી પસંદ કરી હતી. આ આઉટફિટ પારંપરિક હોવા ઉપરાંત તેમાં મોર્ડન ફેશન એલિમેન્ટ્‌સ એડ કરવામાં આવ્યા હતા.

કાન માટે દિપિકાની આ સાડીનું ફેબ્રિક જ્યોર્જેટ લાગી રહ્યું હતું. લાઇટવેઇટ કપડાંથી તૈયાર આ ઓફ-વ્હાઇટ કલરના આઉટફિટને ઓવરઓલ પ્લેન રાખવામાં આવ્યું હતું. જાે કે, તેમાં ડ્રામા એલિમેન્ટ હતું પ્લીટેડ રફલ્સ જે પલ્લુ અને ફોલની હેમલાઇન પર લગાવવામાં આવ્યું હતું.આ સાડીની સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ હતો, જે સેક્સી ટચ એડ કરી રહ્યો હતો. તેને ઝીણાં-ઝીણાં મોતીઓથી સજાવવામાં આવ્યો હતો અને વચ્ચે સિલ્વર કલરનું સિક્વન વર્ક હતું.

આ સાથે જ તેમાં ક્રિસ્ટલ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આખા લૂકને યૂનિક અને સૌથી વધુ હાઇલાઇટ કરતો હતો પર્લ મેડ કોલર, જે સંપુર્ણ રીતે હેન્ડમેડ હતો.પોતાના લૂકને રાઉન્ડ ઓફ કરવા માટે દિપિકા પાદુકોણે નેચરલ ટોન મેકઅપ કર્યો હતો, જેની સાથે તેની આંખોને ડાર્ક આઇશેડો અને કાજલ લગાવીને સ્મોકી લૂક આપવામાં આવ્યો હતો. વળી, વાળ સ્લિક બનમાં સ્ટાઇલ્ડ હતા.

સાડીમાં એડ કરેલો કોલર એટલો સ્ટ્રોન્ગ હતો કે, આ સાથે તેને કોઇ જ્વેલરી પહેરવાની જરૂર જ નહતી. દિપિકાએ એક્સેસરીઝમાં માત્ર સ્ટેડેડ ઇયરિંગ્સ પહેર્યા હતા જે લૂકને પરફેક્ટ મેચ કરી રહ્યા હતા.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.