Western Times News

Gujarati News

શહેરના યુવકનું ચીનના શખ્સે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ હેક કર્યું

અમદાવાદ,બોડકદેવમાં રહેતા દક્ષલ શાહે વસ્ત્રાપુર પોલીસસમક્ષ ચીનના શાંઘાઈના એક શખ્સે તેનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. શાહે જણાવ્યું હતું કે, તેના અકાઉન્ટનો ઉપયોગ શખ્સે ગેરકાયદાકીય એક્ટિવિટી માટે કર્યો હતો જેના લીધે તેનું સોશિયલ મીડિયા અને વોટ્‌સએપ અકાઉન્ટ બ્લોક થઈ ગયું હતું, કારણ કે તેનો મોબાઈલ નંબર તેની સાથે લિંક હતો.

૩૦ વર્ષીય દક્ષણ શાહ એનએફડી સર્કલ પાસે પ્રાઈમ પ્લાઝામાં રહે છે અને તેણે શનિવારે ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું હતું કે, તે કસ્ટમ્સ ક્લીયરન્સ બિઝનેસ ચલાવે છે અને તેની ઓફિસ નવરંગપુરામાં સીજી રોડ પર છે. તેણે જણાવ્યું હતું કે, તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધરાવતો હતો, જે તેના મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ સાથે કનેક્ટેડ હતું.

૩ મેના રોજ, તેણે રાતે ૧૧ વાગ્યે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ચેક કર્યું હતું. ૪ મેના રોજ સવારે ૮ વાગ્યે, તેને તેનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ શાંઘાઈથી ઓપન અને ઓપરેટ કરવામાં આવ્યું હોવાનું નોટિફિકેશન મળ્યું હતું. શાહે અકાઉન્ટ્‌સ લોગ-ઈન કરવાનો પ્રયાસ કર્યો બતો, પરંતુ સફળતા મળી નહોતી.

તે જ દિવસે સવારે ૧૦ વાગ્યે તેને બીજું નોટિફિકેશન મળ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના અકાઉન્ટ્‌સ બ્લોક કરી દેવાયા હતા કારણે તેનો ઉપયોગ ગેરકાયકાદાકીય એક્ટિવિટી માટે થતો હતો, તેવો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.દક્ષલ શાહ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ નિયમિત ન વાપરતો હોવાથી તેણે કોઈ પણ એક્શન લેવાનું ટાળ્યું હતું, તેમ તેણે ફરિયાદમાં કહ્યું હતું. ૧૭ મેના રોજ સાંજે ૬.૩૦ કલાકે તેણે તેનું વોટ્‌સએપ ચેક કર્યું હતું.

એક કલાક બાદ તેનું વોટ્‌સએપ ચાલતું ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને પ્લેટફોર્મની ટર્મ્સ અને કંડિશનનો ભંગ કર્યો હોવાથી તેનો નંબર બ્લોક કરવામાં આવ્યો હોવાનું નોટિફિકેશન મળ્યું હતું. શાહે વોટ્‌સએપ સપોર્ટ સેન્ટરનો સંપર્ક કર્યો હતો અને ત્યાં તેને નંબર હેક થયો હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ શાહે પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી.વસ્ત્રાપુર પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જાેગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધી હતી. શખ્સની ઓળખ હજી સુધી થઈ નથી.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.