મુખ્યમંત્રી નવીન પટનાયક નવા મંત્રીમંડળની રચના કરશે
ભુવનેશ્વર, ઓડિશા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના તમામ ૨૦ મંત્રીઓએ શનિવારે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. નવીન પટનાયકના મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે. રવિવારે નવા મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ રાખવામાં આવ્યો છે.
એવામાં નવા મંત્રીમંડળમાં કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા વિધાનસભા અધ્યક્ષ સૂર્યનારાયણ પાત્રએ વિધાનસભા અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધુ છે. પાત્રએ પોતાનુ રાજીનામા પત્ર વિધાનસભા ઉપાધ્યક્ષને મોકલી દીધુ છે. જે બાદ મંત્રીઓના રાજીનામ આપવાનો સિલસિલો શરૂ થયો અને એક બાદ એક મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે.
મંત્રીઓના રાજીનામા બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક નવા મંત્રીમંડળની રચના કરશે. રવિવારે ૧૧-૪૫ વાગે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત કરવાની માહિતી મળી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી અને નગર નિગમ અને નિકાય ચૂંટણીમાં મળેલી સફળતા બાદ પાર્ટીની નજર હવે ૨૦૨૪માં થનારી સામાન્ય ચૂંટણી પર છે. આવી સ્થિતિમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા પાર્ટીના વધુ કાર્યક્ષમ નેતાઓને સુપરવાઈઝરની જવાબદારી સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ સામાન્ય ચૂંટણી પહેલા ૨૦૧૭ પંચાયત ચૂંટણી બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટુ પરિવર્તન કર્યુ હતુ. આ રણનીતિને પુનઃલાગુ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. ૨૦૧૯માં બીજદની આ રણનીતિ સફળ થઈ અને બીજદએ ૧૦૦ થી વધારે બેઠક જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જાેકે વર્ષ ૨૦૧૯માં ૨૦૧૨ની જેમ એકતરફા સાંસદ સીટ મળી શક્યા નહોતા, આ રીતે બીજદ આ વખતે ધારાસભ્યો સાથે જ વધારે સાંસદ જીતાડવા માટે અત્યારથી રણનીતિ બનાવવાનુ શરૂ કરી દીધુ છે. જે માટે જિલ્લા, ચૂંટણી ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રમાં પાર્ટી નેતાઓને સુપરવાઈઝરનુ પદ આપવાની વાતને લઈને પણ ચર્ચા થઈ રહી છે.SS2KP