Western Times News

Gujarati News

સેન્ટ્રલ બેંક માન્ય ડિજિટલ કરન્સી ક્રિપ્ટો કરન્સી ખતમ કરી શકે છે

નવી દિલ્હી, ભારતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરે એક ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ કરન્સીમાં એ શક્તિ છે કે તેનાથી વર્તમાન ક્રીપ્ટોકરન્સી ખતમ થઇ શકે. ડેપ્યુટી ગવર્નર ટી. રવિ શંકરે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સાથેની આ ચર્ચામાં ભાગ વધુમાં જણાવ્યું હતું કે ભારત ક્રીપ્ટોકરન્સીની વિરુદ્ધ છે અને દેશની ક્ષમતા છે કે તે બ્લોકચેઈન અને ક્રીપ્ટોની વર્તમાન વ્યવસ્થામાં મોટા ફેરફાર લાવી શકે.

રવિ શકંરે જણાવ્યું હતું કે ભારતે પીઅર ટુ પીઅર (એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સાથ વ્યવહાર)માં યુનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆ) થકી ક્રાંતિ આની છે. પાંચ વર્ષમાં ભારતમાં તેના થકી થતા વ્યવહારોમાં ૧૬૦ ટકાની વૃદ્ધિ જાેવા મળી છે. આ ટેકનોલોજી ભારતે પોતે વિકસાવી છે.બ્લોક્ચેઇન ટેકનોલોજી યુપીઆઈ કરતા આઠ વર્ષ પહેલા આવી છે અને આજે પણ તેને ક્રાંતિકારી ગણવામાં આવી રહી છે.

એ સમયે એવી આશા હતી કે બ્લોકચેઈનના વ્યવહારો ઝડપી હશે પણ તે આશા હજુ વાસ્તવિક બની નથી. યુપીઆની સફળતાનું રહસ્ય છે કે તે સરળ છે અને એટલે જ તે ઝડપથી સ્વીકૃત થઇ રહી છે, એમ રવિ શકંરે જણાવ્યું હતું.ભારતમાં સ્માર્ટફોન બધા પાસે ઉપલબ્ધ નહી હોવાથી આટલી મોટી માત્રામાં યુપીઆઈ વ્યવહાર થયા હોવા છતાં દેશની વસતીનો મોટોભાગ હજુ તેનાથી વંચિત છે.

આ સમસ્યાના ઉકલે માટે ભારત સરકારે બીજા પ્લેટફોર્મનો ઉપયોગ શરુ કર્યો છે અને વધારે વ્યાપક બનાવવામાં આવી રહી છે.રવિ શંકરે વધુમાં જણાવ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ લોકો સુધી નાણાકીય વ્યવહાર ડીજીટલ બનાવવા માટે થઇ શકે. ટેકનોલોજીથી ચલણ ઉભા થઇ શકે નહી. “ચલણ માટે તેને માન્યતા આપનાર કોઈ જાેઈએ જેથી તેનુંમૂલ્ય નક્કી થઇ શકે.

મોટાભાગના ક્રીપ્ટોકરન્સીમાં મૂલ્ય પણ નથી અને તેને માન્યતા આપનાર કોઈ સંસ્થા પણ નથી. માત્ર તેના નામ ઉપર તેમાં ખરીદી અને વેચાણ થઇ રહ્યું છે,” એમ ડેપ્યુટી ગવર્નરે ઉમેર્યું હતું.અમારી ધારણા છે કે સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ કરન્સી કોઇપણ પ્રકારની ડીજીટલ કરન્સીને ખતમ કરી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. બજેટ ૨૦૨૨-૨૩માં ભારત પોતાની સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ કરન્સી બહાર પાડશે એવી જાહેરાત નાણામંત્રી ર્નિમલા સીતારામને કરે હતી.

મેં મહિનામાં રિઝર્વ બેંકે સેન્ટ્રલ બેંક માન્ય ડીજીટલ કરન્સી માટે પોતના વિચારો રજૂ કર્યા હતા.વર્ષ ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટી આવી અને આ કટોકટીથી બહાર આવવા અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા પુષ્કળ નાણા પ્રવાહિતા બજારમાં ઠાલવવામાં આવી.આ પછી ૨૦૦૯માં જાપાનીઝ સાતોશી નાકામોટો નામની વ્યક્તિ (આ વ્યક્તિનું સાચું નામ છે કે નહી, વ્યક્તિ હકીકતમાં છે કે નહી, તે જાપાનીઝ છે કે કોઈ અન્ય દેશના એ અંગે કોઈ સત્તાવાર ખબર નથી.

કોઈએ આ વ્યક્તિને જાહેરમાં જાેયો પણ નથી) બેંકકે નાણાકીય વ્યવહારની મધ્યસ્થી વગર જ, માત્ર કોમ્પ્યુટર કોડીંગથી બનેલી, કોમ્પ્યુટર થકી જ જેમાં વ્યવહાર થઇ શકે અને જેનો પુરવઠો ભવિષ્યમાં બંધ થઇ જાય એવા વિચાર સાથે બીટકોઈન અંગે ચર્ચા શરૂ કરે અને વિશ્વમાં પ્રથમ વખત બીટકોઈનનો એક ક્રીપ્ટોકરન્સી તરીકે જન્મ થયો. કોમ્પ્યુટરમાં જે કોડીંગ હોય છે તે કોઈ ઉકેલી શકે નહી એ રીતે ગુપ્ત(ક્રીપટીક ભાષામાં) કરવામાં આવે છે એટલે તેને ક્રીપ્ટોકરન્સી કહેવામાં આવે છે.

નાકામોટોની એવી દલીલ હતી કે સેન્ટ્રલ બેંકોએ બજારમાં નવી નોટ મુકવા માટે અગાઉ એટલા જ મૂલ્યનું સોનું ગિરવે મુકવું પડતું હતું. અમેરિકાએ આ સીસ્ટમ ખત્મ કર્યા પછી સતત નોટો બજારમાં આવતી રહે છે, નાણા પુરવઠો વધે અને અને તેના કારણે ચલણની ખરીદશક્તિ ઘટે છે. આ શક્તિ ઘટે નહિ એ માટે, જેનો કુલ પુરવઠો નક્કી હોય એવું એક ચલણ બજારમાં આવવું જાેઈએ જેથી તેનું મૂલ્ય ઘટવાના બદલે, ફુગાવા સામે રક્ષણ આપતા સતત વધે. બીટકોઈનનો કુલ પુરવઠો, દર વર્ષે કેટલા બીટકોઈન બજારમાં આવશે તે અત્યારથી નક્કી જ છે.

વર્તમાન વ્યવસ્થા અનુસાર વર્ષ ૨૧૪૦માં તેની માત્રા પૂર્ણ થઇ જશે અને નવા બીટકોઈન બજારમાં આવવાના બંધ થશે. તેનીકુલ માત્ર ૨.૧૦ કરોડ કોઈનની નિશ્ચિત છે!ના. ભારતનું ડીજીટલ ચલણ ક્રીપ્ટોકરન્સી નથી. બન્નેના સર્જન માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ થશે પણ બન્ને વચ્ચે ફરક છે. એક, તેને સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈની માન્યતા હશે એટલે તે ભારતના ચલણ રૂપિયાની ડીજીટલ સ્વરૂપ હશે.

બીટકોઈન કે એથેરમ કે શિબુ જેવા વર્તમાન ક્રીપ્ટોને કોઇપણ દેશની સેન્ટ્રલ બેન્કે માન્યતા આપી નથી. જેમ રૂ.૧૦૦ની નોટનું મૂલ્ય સમગ્ર દેશમાં એક જ સમાન છે તેમ ડીજીટલસ્વરૂપના ચલણનું મૂલ્ય પણ નિશ્ચિત અને સમાન જ હશે. અત્યારે પણ આપણે પે-ટીએમ કે ફોન-પે કે અન્ય ડીજીટલ વોલેટમાં આ રીતે જ ડીજીટલ ચલણનો ઉપયોગ કરી રહ્યા છીએ. ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડનો ઉપયોગ પણ ડીજીટલ સ્વરૂપમાં થઇ રહ્યો છે.

છતાં રોકડ નોટ અને સિક્કા પણ છે. ભવિષ્યમાં નોટોના સ્થાને માત્ર ડીજીટલ રૂપિયો જ હોય એવું પણ બની શકે!કેન્દ્ર સરકારના ડીજીટલ રૂપિયાની જાહેરાતથી ધીમે ધીમે કરન્સી નોટ અને સિક્કા છાપવા પાછળનો ખર્ચ ઘટી જશે. દરેક નાણાકીય વ્યવહાર ડીજીટલ હશે એટલે તેના ઉપર દેખરેખ શક્ય બનશે અને તેના ઉપર ટેક્સની વસૂલાત પણ સરળ બનશે એ ડીજીટલ ચલણના ફાયદા છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.