ઓટો ડેબિટનો બાઉન્સ રેટ ૩૮ મહિનાની સૌથી નીચી સપાટીએ
મુંબઇ, મોંઘવારી, મંદી અને વધી રહેલા વ્યાજદરો વચ્ચે પણ ઓટો ડેબિટનો બાઉન્સ રેટ મે મહિનામાં ઘટીને ૩૮ મહિનાની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયો છે જે આશ્ચર્યજનક બાબત છે.
નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (એનએસીએચ)ના આંકડાઓ મુજબ મે મહિનામાં ઓટો ડેબિટ બાઉન્સ રેટ ઘટીને મૂલ્યની રીતે ૨૨ ટકા નોંધાયો છે, જે એપ્રિલની તુલનાએ અડધા ટકા ઓછો છે અને એપ્રિલ ૨૦૧૯ પછીના સૌથી નીચા સ્તરે છે.
કોરોના મહામારી પૂર્વે સરેરાશ બાઉન્સ રેટ મૂલ્યની રીતે ૨૪-૨૫ ટકા રહેતો હતો. તો વોલ્યૂમની દ્રષ્ટિએ ઓટો ડેબિટ બાઉન્સ રેટ મે મહિનામાં ઘટીને ૨૯ ટકા નોંધાયો છે, જે ૩૩ મહિનામાં સૌથી નીચો અને એપ્રિલની તુલનાએ ૦.૮૭ ટકા ઓછો છે. કોરોના મહામારીની પહેલા વોલ્યૂમની રીતે સરેરાશ બાઉન્સ રેટ ૩૦થી ૩૧ ટકા રહેતો હતો. ફાઇનાન્સિયલ માર્કેટના જાણકારોનું કહેવુ છે કે, માર્ચ ૨૦૨૨માં આશ્ચર્યજનક વૃદ્ધિ બાદ બાઉન્સ રેટમાં સુધારાના સંકેત મળી રહ્યા છે અને ચાલુ નાણાંકીય વર્ષે પેમેન્ટ ડિફોલ્ટની ઘટનાઓ ઘટશે.
ઉપરાંત નાણાંકીય વર્ષ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકના રેવન્યૂ ડેટાથી જાણવા મળ્યુ છે કે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની એસેટ્સ ક્વોલિટીની પણ ચિંતા પણ હળવી થઇ રહી છે હવે તેઓ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે, મોંઘવારીનું દબાણ, ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ અને બેન્ચમાર્ક વ્યાજદરોમાં અચાનક વધારાને જાેતા લોન એસેટ્સ ક્વોલિટી પણ નજર રાખવી પડશે.
રિઝર્વ બેન્કે છેલ્લા બે મહિનામાં મોંઘવારીને અંકુશમાં રાખવા માટે રેપોરેટમાં કુલ ૦.૯૦ ટકાનો વધારો કર્યો છે. તેના પગલે બેન્કોએ પણ તમામ લોનના વ્યાજદર વધારી દીધા છે. રિઝર્વ બેન્કના આંકડાઓ મુજબ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ૩૦ ટકા બેન્ક લોન, જેમાં ૫૮.૨ ટકા હોમ લોન સામેલ છે, એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે લિંક છે. બેન્કોએ પણ રેપોરેટમાં વૃદ્ધિ બાદ તાત્કાલિક એમસીએલઆર પણ વધારી દીધા છે.
બાઉન્સ રેટ કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન માર્ચ ૨૦૨૨માં અચાનક વધવા લાગ્યુ અને જૂન તેમજ નવેમ્બર મહિનામાં ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા, જે મહામારી દરમિયાન નાણા ભીંડની અસર દર્શાવે છે. જાે કે ડિસેમ્બર બાદ બાઉન્સ રેટ ઘટવા લાગ્યો અને હાલ મે મહિનામાં ત્રણ વર્ષની સૌથી નીચી સપાટી નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, વિતેલ નાણાંકીય વર્ષ ૨૦૨૨ દરમિયાન ઓટો ડેબિટનો બાઉન્સ રેટ મૂલ્યની રીતે ૨૫.૮૮ ટકા અને વોલ્યૂમની રીતે ૩૪.૭૫ ટકા નોંધાયો હતો.SS3KP