શ્રીલંકા, આંદામાન અને મલેશિયાનું વતની સોનમહોર ભારતભરમાં જોવા મળતું વૃક્ષ
શ્રીલંકા, આંદામાન અને મલેશિયાનું વતની સોનમહોર ભારતભરમાં જોવા મળતું વૃક્ષ છે. તેનાં પર બારેમાસ પાંદડા જોવા મળે છે. ઉનાળામાં તે પીળા રંગનાં ફૂલોથી છવાય જાય ત્યારે ખૂબજ સુંદર દેખાય છે. તેનાં પર ફૂલો બાદ મોટા પ્રમાણમાં શીંગ આવે છે અને તે સૂકાય ત્યારે તાંબા જેવો સુંદર દેખાવ ધારણ કરે છે, જેનાં કારણે તે અંગ્રેજી નામ કોપર પોડ ટ્રી તરીકે પ્રચલિત છે. આ મનમોહક વૃક્ષ ઓલપાડ તાલુકાનાં કરંજ ગામનાં પાદરે રૂઆબભેર ઉભેલું દ્રશ્યમાન થાય છે. ( તસવીર : વિજય પટેલ, ઓલપાડ )