દાઠા ગામના લોકો ચૂંટણી બહિષ્કાર કરવાના મૂડમાં
ભાવનગર, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામ નજીકની બગડ નદી પરનો થોડા સમય અગાઉ તૂટી પડયો હતો. ગત નવેમ્બરના માસમાં તૂટી પડેલ પુલને આજે ૮ માસ કરતા વધુ સમય વીતી જવા છતા નવું રૂપ અપાયું નથી. ચોમાસાના દિવસોમાં નદીના પટ્ટમાંથી કાઢવામાં આવેલા ડાઈવર્ઝનને હવે ઉચું બનાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન ગઈકાલે બગડ નદીમાં આવેલા પૂરને લીધે ડાયવર્જન ધોવાઈ જતા દાઠા અને તેની આસપાસના ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. આથી લોકો નાછૂટકે તૂટી ગાયેલા પુલ પરથી જીવના જાેખમે પસાર થઇ રહ્યાં છે. છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન હોવાથી આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
તળાજા તાલુકાના દાઠા અને ઊંચા કોટડાને જાેડતા માર્ગ પર ૧૯૭૧ માં બગડ નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. જે ૫૦ વર્ષ બાદ ધરાશાયી થતા હવે નવો બનાવવા માત્ર કાગળ પર ટેન્ડર થયાના સરકર દાવા કરી રહી છે. નવેમ્બરના માસમાં તૂટી પડેલા પુલના વચ્ચેથી બે ભાગ થઇ ગયા હતા.
આ માર્ગ પર આજુબાજુના ૩૫ થી વધુ ગામોના લોકોની અવરજવર રહેતી હોય છે એ ઉપરાંત ભારે વાહનો પણ પસાર થતા હોય છે, ૧૯૭૧ માં નિર્માણ પામેલો આ પુલ નબળો પડતા ભારે અવરજવરને કારણે વચ્ચેનો કોલમ પાણીમાં બેસી જતા પુલના વચ્ચેથી બે ભાગ થયા છે. જેને પગલે પુલ પરનો વાહન વ્યવહાર અટકી પડ્યો છે.
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નદીના પટ્ટમાંથી ડાઈવર્ઝન બનાવી વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો છે. જાેકે ગઈકાલે આવેલા પૂરના કારણે ડાયવર્જન ધોવાઈ જતા આસપાસના ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નદી પરનો આ પુલ ચામુંડા માંના દેવસ્થાન ઊંચા કોટડા દર્શને જતા લોકો સહિત ૩૫ જેટલા ગામના લોકો માટે આશીર્વાદરૂપ હતો.
પુલ તૂટયાને લાંબો સમય વીતવા છતાં પણ તંત્ર દ્વારા નવીનીકરણ અંગે ર્નિણય ન કરાતા લોકો આકરા પાણીએ થયા છે. સરકાર કે સ્થાનિક અધિકારીઓને કોઈની મુશ્કેલી જાણવાનો સમય નથી. કે સરકાર હજુ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહમાં છે તેવું જણાવી લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.SS3KP