Western Times News

Gujarati News

કનૈયાલાલની હત્યાને વખોડવા બદલ ધમકી યુવકને ગળુ કાપીને મારી નાખવાની ધમકી

(એજન્સી)સુરત, રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યા કરવામાં આવી. જેને લઇને લોકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં પણ આ ઘટના અંગે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે હવે તો જાણે સોશિયલ મીડિયા પર પોતાનો મત રજૂ કરવો પણ ગુનો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરતમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાને સખત શબ્દોમાં વખોડવા બદલ જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.

ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા એક યુવકે કનૈયાલાલની હત્યા અંગે સખત શબ્દોમાં નિંદા કરી હતી. આ યુવકની કમેન્ટ પર ફૈઝલ નામના એક યુવક દ્વારા તેને ધમરી આપવામાં આવી અને લખ્યું કે ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા. સુરતના આ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી મળતા પરિવારમાં ચિંતાની લાગણી જાેવા મળી.

યુવકે અગમચેતીના ભાગરૂપે સમગ્ર ઘટના અંગે સુરત પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપવામાં આવી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું. હાલ યુવરાજને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.સુરતના એક યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યાર બાદ એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જે બદલ હવે સુરતના એક યુવકને ધમકી મળતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. જાનથી મારી નાઁખવાની ધમકી મળતા હાલમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ પરિવાર પણ ચિંતામાં ગરકાવ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.