Western Times News

Gujarati News

રથયાત્રા દરમ્યાન મંદિરના મહંતે ખલાસીઓને કેમ ખખડાવ્યા?

અમદાવાદ, અમદાવાદ શહેરની રથયાત્રા ભવ્ય રીતે નિકળી અને રંગેચંગે બપોરના સમયે મોસાળ સરસપુરમાં પણ પહોંચી હતી. જાે કે ત્રણય રથ ખેંચનારા ખલાસીઓ પૈકી કેટલાક ખલાસીઓ રથમાં ચડી ગયા હતા. જેના કારણે રથની આસપાસ લોકો થઇ જતા દુર ઉભેલા લોકો ભગવાનનાં દર્શન કરી શકતા નહોતા.

જે બાબત મહંત દિલીપદાસજીના ધ્યાને આવતા તેઓએ પહેલા માઇકમાં એનાઉન્સમેન્ટ કરાવ્યું હતું. જાે કે ખલાસીઓ નહી ઉતરતા તેઓ રોષે ભરાયા હતા અને પોતે રથ પર જઇને તમામ ખલાસીઓને નીચે ઉતારી દીધા હતા. જાે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન રથ એક કલાક જેટલો સમય ઉભા રાખવા પડ્યા હતા.

ખલાસીઓ રથ પર ચડી જતા રથની આસપાસની ગેલેરી ખલાસીઓથી ભરાઇ ગઇહ તી. જેના કારણે દુર ઉભેલા લોકો દર્શન કરી શકતા નહોતા. ચારે તરફ રથની ખલાસીઓ જ ખલાસી થઇ ગયા હતા. આ અંગેની ફરિયાદ મહંત દિલીપદાસજીનેમળતા તેમણે માઇક પર જાહેરાત કરાવી હતી કે તમામ ખલાસીઓ નીચે ઉતરી જાય.

જાે કે ખલાસીઓ કોઇ પણ પ્રકારે માનવા તૈયાર નહોતા. ખલાસીઓના અગ્રણીને પણ વારંવાર કહેવા છતા ખલાસીઓ રથમાંથી નીચે નહોતા ઉતરી રહ્યા. જેના પગલે સરસપુર ચાર રસ્તા પર રથ પહોંચતાની સાથેજ મહંત પોતે રથ પર પહોંચી ગયા હતા. તેઓએ હાથ પકડી પકડીને તમામ ખલાસીઓને નીચે ઉતાર્યા હતા.

આ પ્રકારે તેમણે ત્રણેય રથ પરથી લોકોને નીચે ઉતાર્યા હતા. ત્યાં હાજર પુજારીઓને પણ કોઇને પણ હવે નહી ચડવા દેવા માટેની સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.