GCS હોસ્પિટલ દ્વારા ૩૦ જુલાઈ સુધી મેગા મેડિકલ કેમ્પ
તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 30 જુલાઈ’ 22 સુધી નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેડિસિન, સર્જરી, સ્ત્રી રોગ, બાળકોના રોગ, નાક-કાન-ગળા, આંખ, હાડકા,
શ્વાસના રોગો, ચામડીના રોગો અને માનસિક રોગોની તપાસ અને સારવાર માટે જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. સોનોગ્રાફી, એક્સ-રે, ઈસીજી, સુગર, પેશાબ, ક્રિએટિનિન, બિલીરૂબિન વગેરે બેઝિક ટેસ્ટ્સ-તપાસ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. અને અન્ય ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવશે.
આ ઉપરાંત ઓડીયોમેટ્રી (કાનમાં સાંભળવાની તપાસ) અને મોતિયાનું ઓપરેશન પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે 9228102019 પર સંપર્ક કરી શકાય છે. જીસીએસ હોસ્પિટલમાં તમામ જનરલ સ્પેશિયાલિટી માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન ઉપલબ્ધ છે અને નિશુલ્ક સારવાર-સર્જરી માટે આયુષ્માન ભારત યોજના (PMJAY)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
જીસીએસ હોસ્પિટલ એ 1000-બેડની NABH પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.