Western Times News

Gujarati News

મને મારી જાતને સ્ક્રીન પર જોવી જરાપણ પસંદ નથી

મુંબઈ, દિશા પટની હાલ એક વિલન રિટર્ન્સને લઈને ઘણી ઉત્સાહિત છે. ફેન્સ પણ તેને લાંબા સમય પછી મોડા પડદા પર જાેવા માટે રાહ જાેઈ રહ્યા છે. જાે કે, દિશાને સ્ક્રીન પર પોતાની જાતને જાેવી જરાપણ ગમતી નથી, આ જાણીને તમને પણ આશ્ચર્ય થયું હશે, પરંતુ જાતે દિશાએ આ વિશે ખુલાસો કર્યો છે.

તાજેતરમાં એક વિલન રિટર્નસના પ્રમોશન દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબમાં દિશાએ કહ્યું કે, તેણે પોતાની જાતને સ્ક્રીન પર જાેવી નથી ગમતી. તેના અનુસાર, જ્યારે પણ હું મારી ફિલ્મો જાેઉં છું, ત્યારે અડધો સમય હું આંખો બંધ કરી બેઠી હોવ છું.

તાજેતરમાં જ સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે દિશાને પૂછવામાં આવ્યું હતું કે, ‘એવી ધારણા છે કે દિશા પટની પરફેક્ટ છે. એ પછી વાત લુક્સની હોય કે બીજી કોઈ વસ્તુની .તમે તમારી જાતને જુઓ છો ત્યારે તમને શું લાગે છે?’દિશાએ કહ્યું, ‘મને મારી જાતને સ્ક્રીન પર જાેવી જરાપણ પસંદ નથી. જ્યારે પણ હું મારી ફિલ્મો જાેઉં છું, ત્યારે અડધો સમય હું આંખો બંધ કરી બેઠી હોવ છું.

ડિરેકટર મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ ૨૯ જુલાઇએ રિલીઝ થવાની છે, જેમાં દિશાની સાથે જ્હૉન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા પણ જાેવા મળશે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રોલમાં હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.