સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
ભાવનગર, મહુવા, પાલનપુર, ડીસા, ધાનેરા તથા વાપી-વલસાડ જીલ્લાઓમાં પવન સાથે વરસાદ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ધરતીપુત્રો જેના છેલ્લા કેટલાંક સમયથી રાહ જાઈ રહ્યા હતા તે ધરતીપુત્રો આજે સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાને કારણે તથા ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ સર્જાયુ હોવાને કારણે તેમના ચેહરા પર ખુશી જાવા મળી રહી છે. અનેક ઠેકાણે ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધાના સમાચાર છે.
આજે વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જાવા મળે છે. આકાશ વાદળોથી ઘેરાયેલું તથા પવનના સુસવાટાઓ સાથે કેટલાંક ભાગોમાં હળવો તથા કેટલાંક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે.
તથા પાલનપુર, દાંતીવાડા, ધારીમાં વરસાદના ભારે ઝાપટા પડી રહ્યા હોવાનું જાણવા મળે છે. ભાવનગરના મહુવામાં પણ ગાજવીજના ચમકારા સાથે તથા પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ વરસાદના ઝાપટાં પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર છે.
વાપી તથા વલસાડ જીલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં વાદળો ઘેરાયા છે. અને ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવામાં પણ વાતાવરણમાં પલ્ટછો આવતા ઉષ્ણતામાનનો પારો ગગડ્વા માંડ્યો છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં વરસાદી માહોલને કારણે ઠંડક પ્રસરતા લોકો ‘હાશકારો’ અનુભવી રહ્યો છે.
ચોમાસાની શરૂઆત થતાં જ લોકોએ રેઈનકોટ તથા છત્રીઓ ખરીદવાનું શરૂ કર્યુ છે.ે વરસાદના પાણી ન ભરાય, ગટરો ન ઉભરાય તથા નાગરીકોને હાલાકી ન પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશ્નરના આદેશ અનુસાર દરેક ઝોનના અધિકારીઓને કડક આદેશ આપતા ઝોનના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.
હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આગામી ૪૮ કલાકમાં ગુજરાત,સૌરાષ્ટ્ર તથા કચ્છમાં કેટલેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડશે.