કાયદાના ડરથી પ્રેમનું સર્જન કરી શકાય નહીં -જસ્ટિસ દીપકભાઈ ગુપ્તા
જીવનસાથીની પસંદગી એ ગૌરવભેર જીવવાના અધિકારનો અભિન્ન હિસ્સો છે તેવા અવલોકન સાથે સુપ્રીમકોર્ટે અને ગુજરાત હાઇકોર્ટે “લીવ ઇન રિલેશનશિપ”માં રહેતા યુગલોને પોલીસ રક્ષણ પૂરું પાડવા આદેશ કર્યાના રસપ્રદ કિસ્સા?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્સેટ તસવીર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કોલની છે જ્યારે બીજી તસવીર જસ્ટીસ શ્રી ઋષિકેશ રોયની છે તેમને “પ્રેમ કરતા યુગલ”ની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું છે કે જીવન સાથેની પસંદગી એ ગૌરવભેર જીવવાના અધિકારનો અભિનવ હિસ્સો છે
કોઈ વ્યક્તિની પસંદગી પર તરાફ મારવામાં આવે ત્યારે તેનું ગૌરવ જળવાતું નથી ન્યાયાધીશો એવું પણ અવલોકન કરતાં દિશા નિર્દેશ કર્યો હતો કે “શ્રેષ્ઠ ઉપાય છે કે પોલીસ સત્તાવાળાઓ તેમના તપાસ અધિકારીઓને સમજ આપે”! બીજી તસવીર ગુજરાત હાઇકોર્ટની છે
પાટણના યુવક – યુવતી લિવિંઈન રિલેશનશિપમાં રહેતા હતા તેમને પોતાની સુરક્ષા માટે પોલીસ સંરક્ષણની માંગણી હાઇકોર્ટે ગ્રાહ્ય રાખીને સુપ્રીમકોર્ટના લતાસિંગ વર્સિસ ઉત્તર પ્રદેશ કેસના દીસા નિર્દેશનો ઉલ્લેખ કરી પાટણના યુવકને પોલીસ રક્ષણ પૂરું પાડવા હુકમ કર્યો છે
જ્યારે અન્ય કેસમાં લગ્ન કર્યા બાદ યુવક યુવતીને તેના પરિવારનું જાેખમ જણાતા બીજા કેસમાં પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે યુવક-યુવતીને તેમના પરિવારના જાેખમ સામે પોલીસને સલામતી બક્ષવા હુકમ કર્યો છે પાટણ અને પાલનપુરના આ બંને કેસમાં હાઇકોર્ટે સુરક્ષા પૂરી પાડવા હુકમ કરવો પડ્યો છે
ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે “કાયદાનું શાસન” જાળવવાનું કામ સરકાર અને પોલીસ નું છે ત્યારે દેશના નાગરિકોએ પોતાની સલામતી માટે હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટમાં ગયા પછી સુરક્ષા મળે આ કેવું??! શું દેશની સરકાર ચલાવતા અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવતા પોલીસને આટલું જ્ઞાન નથી??! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
આનો શ્રેષ્ઠ ઉપાય છે પોલીસ સત્તાવાળાઓ તેમના તપાસ અધિકારીઓને સમજ આપે – ન્યાયતંત્ર
ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તાએ કહ્યું છે કે “કાયદાના ડરથી કોઈના મનમાં પોતાના પ્રત્યે “પ્રેમ” પેદા કરી શકાય નહીં પ્રેમનું સર્જન કરી શકાય નહીં”!! અમેરિકન લેખક આઈમેક અર્શિમોવ કહે છે કે “હું શ્વાસ લઉં છું એ જ કારણથી લખું છું જાે હું નહીં લખું તો હું મરી જઈશ”!!
ગુજરાત હાઇકોર્ટ બંધારણની કલમ ૨૧ દ્વારા માનવીને મળેલા વ્યક્તિ સ્વતંત્રના સંદર્ભમાં કહેવાય છે કે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર કોઈના જીવનનો કે વ્યક્તિ સ્વતંત્ર નો અધિકાર છીનવી લઈ શકાય નહીં એટલું જ નહીં આ અધિકારની રક્ષા કરવાની “રાજ્ય”ની “પોલીસતંત્ર”ની બંધારણીય ફરજ છે તેના પર પ્રકાશ પાડતા બે મહત્વપૂર્ણ કેસમાં ગુજરાત હાઇકોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન બહાર આવ્યું છે