Western Times News

Gujarati News

સર્વોચ્ચ દસ્તાવેજ કાયદાના વિદ્યાર્થી વકીલો અને ભારતીય વસ્તીના નાના વર્ગ સુધી સીમિત છે! – ચીફ જસ્ટીસ એન.વી.રમના

હિદાયતુલ્લા નેશનલ લો યુનિવર્સિટી (HNLU) રાયપુરના પાંચમાં દીક્ષાંત સમારોહને સંબોધન કરતા ચીફ જસ્ટિસ

એ દુઃખદ હકીકત છે આધુનિક અને પ્રગતિશીલ સ્વતંત્ર ભારતની અપેક્ષાઓને વ્યાખ્યાયીત કરતો સર્વોચ્ચ દસ્તાવેજ કાયદાના વિદ્યાર્થી વકીલો અને ભારતીય વસ્તીના નાના વર્ગ સુધી સીમિત છે! – ચીફ જસ્ટીસ એન.વી.રમના

તસવીર હિદાયતુલ્લા નેશનલ લો યુનિવર્સિટી રાયપુરની છે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ આ યુનિવર્સિટીના પાંચમાં દીક્ષાંત સમારોહ માં પ્રસંગિક પ્રવચન કરતા કાયદા ની સ્કૂલોના સ્નાતકોને સામાજિક ઇજનેરોમાં રૂપાંતરિત કરવા જાેઈએ એટલે કે સમાજના ઘડતરમાં તેમની ભૂમિકાને કાર્યરત બનાવી જાેઈએ! Chief Justice Hidayatullah National Law University Raipur Addressing the 5th Convocation

ચીફ જસ્ટીસ શ્રી એ એવું પણ કહ્યું કે “કાયદા અને બંધારણ દ્વારા સામાજિક પરિવર્તન લાવવા માટે યુવાનોની ભૂમિકાને દિશા નિર્દેશ કરતા તેમને વધુમાં એવું પણ કહ્યું કે દુઃખદ હકીકત એ છે કે આધુનિક અને પ્રગતિશીલ સ્વતંત્ર ભારતની અપેક્ષાઓને વ્યાખ્યાયિત કરતો સર્વોચ્ચ દસ્તાવેજ કાયદાના વિદ્યાર્થી, વકીલો અને ભારતીય વસ્તીના ખૂબ જ નાના વર્ગના જ્ઞાન પૂરતો સીમિત છે”! જસ્ટીસ શ્રી એ પોતાની સંવેદના અભિવ્યક્ત કરતા જણાવ્યું હતું કે

“બંધારણીય પ્રજાસત્તાક ત્યારે જ પ્રગતિ કરી શકશે કે દેશના નાગરિકો તેમના બંધારણમાં પરિકલ્પના કરવામાં આવી છે તેનાથી સુમાહિતગાર હશે” આ કાર્યક્રમ દરમિયાન ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાએ છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બધેલને પણ અભિનંદન આપતા કહ્યું હતું કે તેમણે સાંભળ્યું છે કે

તેમની સરકાર રાજ્યમાં ન્યાયિક સમુદાયની માળખાકીય અને અંદાજપત્રિય જરૂરીયાતો ની પૂરતી કાળજી લઈ રહી છે આમ ભારતની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટીસશ્રી રમના એ દેશમાં સુશક્ત રહેલા કાયદાકીય સમાજના પ્રગતિશીલ જાણકારોને સમાજના ઢાંચા અને નવતર દિશા આપવા સમાજમાં પરિવર્તન લાવવા તરફ મહત્વનો સંદેશો આપ્યો હતો

ગુજરાતમાં અને ગુજરાતની બહાર અસ્તિત્વ ધરાવતી બાર કાઉન્સિલોનું કામ ફક્ત સનદ આપવાનો તેમજ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ઉઘરાવવાનું વકીલો બીમાર પડે ત્યારે તેમને વળતર આપવાનું કે વકીલનું અવસાન થાય ત્યારે તેમને વળતર ચૂકવવાનું કે પછી ગુજરાત બહાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી ભાડા ભથ્થા મેળવવા પૂરતું કામ સીમિત ન રહેવું જાેઈએ પરંતુ એ કહ્યું તેમ સમાજને નિષ્પક્ષ રીતે વૈચારિક રીતે સમૃદ્ધ કરવા અને સમાજને દિશા આપવાનું કામ કરવું જાેઈએ ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )

બ્રિટિશ પ્રકૃતિવિદ ના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનેને કહ્યું છે કે “જે વ્યક્તિ ખુશીની ક્ષણોમાં સ્થિતપ્રજ્ઞા હોય એ વ્યક્તિના મન પર કબજાે જમાવવાની તક દુઃખ ખોઈ નાખે છે”!! જ્યારે ફ્રેંચ તત્વજ્ઞાનીએ કહ્યું છે કે “સારુ દિમાગ હોવું જરૂરી નથી એનો શ્રેષ્ઠ ઉપયોગ કરતા પણ આવડવો જાેઈએ”!!

તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટસ શ્રી એન.વી. રમના એ હીદાયતુલ્લા નેશનલ લો યુનિવર્સિટી રાયપુરના પાંચમા દીક્ષાંત સમારોહમાં પ્રસંગીક સંબોધન કરતા કાયદાના જ્ઞાનને સામાજિક પરિવર્તન માટેનું મહત્વનું સાધન ગણાવ્યું હતું અને કાયદાના વિદ્યાર્થીઓને સામાજિક ઇજનેર ગણાવ્યા હતા

એટલે કે પ્રગતિશીલ સમાજના નકશીઘર ગણાયા હતા પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સહિત રાજ્યની બાર કાઉન્સિલ નો રોલ નિષ્પક્ષ રીતે અને સમાજને વૈચારિક રીતે સમાજને સમૃદ્ધ કરવા તરફની ભૂમિકા હોવી જાેઈએ પરંતુ ચીફ જસ્ટીસ શ્રી એ કહ્યું તેઓ રોલ જાેવા મળતો નથી એ ચિંતા નો વિષય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.