Western Times News

Gujarati News

રાજસ્થાનના મુખ્યમંત્રીને સંવેદના વ્યકત કરતું ટિ્‌વટ ભારે પડયું

(એજન્સી)જયપુર, રાજસ્થાનમાં અગાઉ તળાવમાં ડૂબી જવાના અનેક બનાવો બન્યા છે. તેમાંથી મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે ૩૧ જુલાઇના રોજ બનેલી બે ઘટનાઓ વિશે ટિ્‌વટ કર્યુ હતું. મુખ્યમંત્રીના બંને ટિ્‌વટને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઇ છે. પ્રથમ ઘટનામાં પાંચ મૃતકો પ્રત્યે મુખ્યમંત્રી વતી માત્ર શોક વ્યકત કરવામાં આવ્યો હતો.

જયારે બીજી ઘટનામાં શોક વ્યકત કરવા સાથે બે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય તરીકે ૫-૫ લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ ઘટનામાં હિન્દુ સમાજના પાંચ બાળક અને બીજી ઘટનામાં મુસ્લિમ સમાજના બે યુવાનોના મોત થયા હતા. આથી ભાજપે મુખ્યમંત્રી પર તૃષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

વિપક્ષના ઉપનેતા રાજેન્દ્ર રાઠોડે કહયું કે મૃતકોના હિંદુ બાળકો પ્રત્યે માત્ર સંવેદના અને મુસ્લિમ મૃતકોના પરિવારજનોને ૫-૫ લાખ રૂપિયાનું વળતર. આ તુષ્ટિકરણ નથી તો શું છે.

૩૧ જુલાઇ, રવિવારના રોજ શ્રીગંગાનગરના રામસિંહપુર ગામના ખેતરોમાં બનેલી ડિગ્ગીમાં પ બાળકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. પાંચ બાળકોની ઉંમર ૧૦ થી ૧૩ વર્ષની વચ્ચે હતી. જેમાં ભાવના, અંકિત, નિશા, રાધે અને અંશુનો સમાવેશ થતો હતો. આ પાંચ બાળકો શ્રમિક પરિવારના હતા. મુખ્યમંત્રીએ આ અકસ્માત પર ટિ્‌વટ કરીને શોક વ્યકત કર્યો છે.

રવિવારે જ જાેધપુર જિલ્લાના ફલોદીના બેંગટીના કલા ગામમાં તળાવના કિનારે સેલ્ફી લેતી વખતે બે યુવકો તળાવમાં પડી ગયા હતા. આ અકસ્માતમાં ૨૧ વર્ષીય રહેમતુલા અને ૨૦ વર્ષીય અકરમનું મોત નિપજયું હતું. આ ઘટના પછી, મુખ્યમંત્રીએ ટિ્‌વટ કરીને શોક વ્યકત કર્યો

અને ચિરંજીવી યોજના હેઠળ મૃતકોના નજીકના સંબંધીઓને ૫ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ બંને ટિ્‌વટ પર વિવાદ થયો હતો. ભાજપના નેતાઓનો આરોપ છે કે મુખ્યમંત્રી તુષ્ટિકરણની રાજનીતિ કરી રહયા છે. હિંદુ પરિવારના બાળકોના મૃત્યુ પર ફકત શોક વ્યકત કર્યો

અને મુસ્લિમ પરિવાનાર બે યુવાનોના મૃત્યુ પર શોક સાથે વળતરની જાહેરાત કરવામાં આવી હતી. આવો ભેદભાવ શા માટે? ભાજપ આઇટી સેલના રાષ્ટ્રીય કન્વીનર અમિત માલવિયાએ મુખ્યમંત્રીના બંને ટિ્‌વટના સ્ક્રીનશોટ ટિ્‌વટ કર્યા અને લખ્યું કે રાજસ્થાનમાં એક જ દિવસમાં બે દુઃખદ ઘટનાઓ બની. આ ઘટનાઓમાં મુખ્યમંત્રીએ ધર્મ જાેઇને વળતર આપ્યું. આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે. ભાજપના વરિષ્ઠ નેતા મેજર સુરેન્દ્ર પુનિયાએ પણ ગેહલોત પર રાજકીય પ્રહારો કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.