Western Times News

Gujarati News

8th Pay Commission: આવી કોઈ દરખાસ્‍ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી

નવી દિલ્‍હી, ઘણા સમયથી ૮મા પગાર પંચ (૮મુ પગાર પંચ) માટે ચર્ચાઓ ચાલી રહી છે. તેમના વિશે દરરોજ મીડિયા રિપોર્ટ્‍સ આવતા રહે છે, પરંતુ તે લાગુ થશે કે નહીં તે અંગે શંકા હતી. પરંતુ હવે આ મામલે મોદી સરકાર તરફથી એક નવું અપડેટ આવ્‍યું છે. જેમાં સરકારે સ્‍પષ્ટ કર્યું છે કે આઠમું પગાર પંચ આવવાનું નથી. No 8th pay commission to revise salary, allowances and pension? Modi Government responds

વધતી જતી મોંઘવારીને કારણે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ઓગસ્‍ટની શરૂઆતમાં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરો DA (મોંઘવારી ભથ્‍થું) અને DR (મોંઘવારી રાહત)માં ૪ ટકા સુધીનો વધારો કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. જો સરકાર ડીએ વધારશે તો કેન્‍દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે.

કેન્‍દ્રીય નાણા રાજય મંત્રીએ કહ્યું કે એવું સૂચન કરવામાં આવ્‍યું છે કે સમયાંતરે પે મેટ્રિક્‍સમાં ફેરફાર થવો જોઈએ અને આ માટે આગામી પગાર પંચની જરૂર નથી. આવી સ્‍થિતિમાં, એક્રોયડ ફોર્મ્‍યુલાના આધારે તેની સમીક્ષા કરી શકાય છે અને તેમાં સુધારો કરી શકાય છે, જે સામાન્‍ય માણસ માટે જરૂરી વસ્‍તુઓની કિંમતોને ધ્‍યાનમાં રાખીને ફેરફાર કરી શકે છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, કેન્‍દ્ર સરકાર દ્વારા આવા કોઈપણ દાવાને પાયાવિહોણા હોવાનું કહેવામાં આવ્‍યું છે, જેમાં કેન્‍દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્‍શનરોના પગાર, ભથ્‍થા અને પેન્‍શનમાં સુધારો કરવા માટે ૮મી. કેન્‍દ્રીય પગાર પંચ લાવવાની વાત કરવામાં આવી છે. કેન્‍દ્રીય નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્‍યું હતું કે આવી કોઈ દરખાસ્‍ત સરકાર પાસે વિચારણા હેઠળ નથી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.